ઈરફાન ખાનની 'અંગ્રેજી મિડિયમ' આખરે વર્લ્ડવાઈડ રિલીઝ થઈ
અંગ્રેજી મિડિયમ થિયેટરમાં 13 માર્ચે રિલિઝ થઈ હતી
કોરોના વાયરસ (COVID-19)ને કારણે ઈરફાન ખાન અને રાધિકા મદન અભિનિત 'અંગ્રેજી મિડિયમ'ને વર્લ્ડવાઈડ જોઈએ તેવી રિલીઝ મળી નહોતી. ફિલ્મ રિલીઝના એક દિવસ પહેલા જ કેટલાક રાજ્યોમાં થિયેટરો બંધ કરવાનો આદેશ આપ્યો હતો. પછી ફિલ્મને થિયેટરમાંથી ખસેડી લેવામાં આવી હતી અને મેકર્સે કહ્યું હતું કે સમય આવવા પર ફિલ્મ રી-રિલીઝ કરવામાં આવશે. પરંતુ ત્યારબાદ 21 દિવસના લૉકડાઉનની જાહેરાત થતા ફૅન્સ ફિલ્મનો ઈન્તઝાર કરી રહ્યં હતા. એટલે ફિલ્મનું હૉટસ્ટર પરત ડિજીટલી વર્લ્ડ પ્રિમિયર કરવામાં આવ્યું છે.
રવિવારે રાત્રે હૉટસ્ટારે પોતાના ઓફિશ્યલ ટ્વીટર અકાઉન્ટ પર 'અંગ્રેજી મિડિયમ'ના વર્લ્ડ પ્રિમિયરની જાહેરાત કરી હતી.
ADVERTISEMENT
Ab sapna chaahe bahar padhai karne ka ho, ya phir ghar baithe #AngreziMedium dekhne ka ho, har sapna hoga poora! ?
— Disney+HotstarVIP (@DisneyplusHSVIP) April 5, 2020
Ghar baithe dekhiye, Angrezi medium ka world digital premier, sirf Disney+ Hotstar VIP par.https://t.co/bWzGD0JH9f@Irrfank #KareenaKapoorKhan @radhikamadan01 pic.twitter.com/FdOJncxg8V
ફિલ્મમાં ઈરફાન ખાન અને રાધિકા મદન સાથે કરીના કપુર, પંકજ ત્રિપાઠી, દીપક ડોબરિયાલ, કીકૂ શારદા અને રણવીર શૌરી પણ મહત્વની ભુમિકામાં છે. ફિલ્મ ડિજીટલી રિલીઝ થયા પછી ફિલ્મના કલાકારોએ આખી ફિલ્મ ઓનલાઈન સાથે જોઈ હતી.
The #AngreziMedium squad is preppin’ to watch the #AngreziMediumPremiere on Disney+ HotstarVIP https://t.co/VtNF3OH0xx
— Disney+HotstarVIP (@DisneyplusHSVIP) April 6, 2020
Get your squad to watch the film, NOW! ?@Irrfank #KareenaKapoorKhan @radhikamadan01 #DeepakDobriyal #DineshVijan #HomiAdajania pic.twitter.com/B20T1xAyO1
કરણ જોહરે પણ ફિલ્મ ઓનલાઈન જોઈ હતી અને ટ્વીટર દ્વારા લોકોને ફિલ્મ જોવાની અપીલ પણ કરી હતી.

