Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મારાં કમ્ફર્ટેબલ કપડાં ચોરી કરીને તે પહેરે છે

મારાં કમ્ફર્ટેબલ કપડાં ચોરી કરીને તે પહેરે છે

Published : 13 June, 2024 12:00 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લગ્નના છ મહિના બાદ હસબન્ડથી નારાજ આઇરાએ કહ્યું…

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


આમિર ખાનની દીકરી આઇરા ખાન અને નૂપુર શિખરેએ આ વર્ષની શરૂઆતમાં ૧૦ જાન્યુઆરીએ ઉદયપુરમાં લગ્ન કર્યાં હતાં. એના ફોટો આઇરા સોશ્યલ મીડિયામાં શૅર કરે છે. થોડા સમય પહેલાં તેણે પ્રીવેડિંગના ફોટો પણ શૅર કર્યા હતા. હવે નૂપુર સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આઇરાએ કૅપ્શન આપી, ‘હું ખૂબ જ ઉત્સુક હતી એ જોવા માટે કે હેરસ્ટાઇલ, મેકઅપ અને સ્વેટપૅન્ટ્સમાં હું કેટલી વિચિત્ર દેખાઉં છું. મને આ ખૂબ મજેદાર લાગ્યું. એક વાત તમે નોટિસ કરજો કે તે હંમેશાં મારાં કમ્ફર્ટેબલ કપડાં ચોરી કરીને પહેરે છે, પરંતુ એમાં તેને જોઈને મને તેના પર પ્રેમ આવે છે. એથી એ સારું પણ લાગે છે.’


Whatsapp-channel Whatsapp-channel

13 June, 2024 12:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK