કોને ગૅન્ગસ્ટરના રોલમાં જોવા માગે છે ઇન્ટરનૅશનલ ઍક્શન ડિરેક્ટર ડૉન લી
કોને ગૅન્ગસ્ટરના રોલમાં જોવા માગે છે ઇન્ટરનૅશનલ ઍક્શન ડિરેક્ટર ડૉન લી
ઇન્ટરનૅશનલ ઍક્શન ડિરેક્ટર ડૉન લીની ઇચ્છા છે કે તે મહેશ માંજરેકરને ગૅન્ગસ્ટરના રોલમાં ડિરેક્ટ કરે. મહેશ માંજરેકરની વેબ-સિરીઝ ‘1962 : ધ વૉર ઇન ધ હિલ્સ’ ૨૬ ફેબ્રુઆરીએ ડિઝની + હૉટસ્ટાર વીઆઇપી પર રિલીઝ થવાની છે. આ વેબ-સિરીઝની ઍક્શન ડૉન લીએ ડિરેક્ટ કરી છે. સત્ય ઘટના પર આધારિત આ સિરીઝમાં અભય દેઓલ, સુમીત વ્યાસ, માહી ગિલ, અનુપ સોની, આકાશ ઠોસર, રોહન ગંડોત્રા, મિયાંગ ચેન્ગ, રોશેલ રાવ અને હેમલ ઈંગલે લીડ રોલમાં જોવા મળશે. મહેશ માંજરેકરની પ્રશંસા કરતાં ઇન્ટરનૅશનલ ઍક્શન ડિરેક્ટર ડૉન લીએ કહ્યું હતું કે ‘મહેશને કોઈ ફિલ્મમાં ગૅન્ગસ્ટરના રોલમાં ડિરેક્ટ કરવું મને ગમશે. તે અદ્ભુત છે. તે જિનિયસ અને સમસ્યાને ઉકેલનાર છે. મહેશ સાથે કામ કરવું ખૂબ સારું લાગે છે. તેની પાસેથી હું ઘણુંબધું શીખ્યો છું. મને લાગે છે કે તેનાં જેવો માણસ મને આ ઇન્ડસ્ટ્રીમાં જોવા નથી મળ્યો. પ્રામાણિકપણે કહું તો મહેશ અમેઝિંગ ફિલ્મમેકર છે. સાથે જ બેસ્ટ એડિટરમાંનો એક છે. મેં જે રીતે કહ્યું તેમ તેની સાથે કામ કરવાનો આનંદ આવ્યો અને અમારી વચ્ચે ઘણી ક્રીએટિવ ચર્ચાઓ પણ થઈ હતી.’

