Gauahar Khan Mehandi :ગૌહર ખાન અને ઝૈદ દરબારની મહેંદીની તસવીરો વાયરલ
તસવીર સૌજન્ય યોગેન શાહ
ફિલ્મ અભિનેત્રી ગૌહર ખાન અને સોશિયલ મીડિયા એન્ફ્લુએન્સર ઝૈદ દરબારની ગુરુવારે મુંબઇમાં મહેંદી સેરેમની પૂરી થઈ. આ અવસરે બન્ને પરિવારના લોકો પણ જોવા મલ્યા. બન્નેએ કેમેરામાટે પૉઝ પણ આપ્યા હતા.
ADVERTISEMENT
આ અવસરે બધા ખૂબ જ ખુશ જોવા મળ્યા. ગૌહર ખાને ગોલ્ડન લહેંગો પહેર્યો હતો અને પીળા કલરનો ટૉપ પહેર્યો હતો. આ સિવાય તેમણે ફુલોની જ્વેલરી પહેરી હતી મહેંદીના અવસરે ગૌહરના મંગેતર ઝૈદ દરબારે સફેદ અને ગોલ્ડન કુર્તો પહેર્યો હતો. બન્ને ખૂબ જ ખુશ અને ઉત્સાહિત દેખાઇ રહ્યા હતા.
ગૌહર ખાને ફોટોગ્રાફર્સને મીઠાઇ પણ ખવડાવી. ગૌહર ખાનની બહેન નિગાર ખાન પણ આ અવસરે જોવા મળી. તેણે લાલ અને ગોલ્ડન લહેંગો પહેર્યો હતો. તેણે પણ પોતાના હાથમાં મહેંદી લગાડી હતી. ફોટો પડાવતા પહેલા તે પોતાનું મેકઅપ કરાવતી પણ જોવા મળી. ઝૈદના પિતા અને મ્યૂઝિક કમ્પૉઝર ઇસ્માઇલ દરબાર પણ પોતાની પત્ની સાથે ઉત્સવમાં જોવા મળ્યા હતા. બધાએ કલરફુલ ડ્રેસ પહેર્યા હતા.
ગુરુવારે ગૌહર ખાને મહેંદીની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી. તેણે લખ્યું હતું, "મહેંદીની રાત આવી. 4 વર્ષ પહેલા અસદે મને આ આપ્યું હતું, તે મારા લગ્નમાં નહીં આવી શક્યા, પણ તેમનો પ્રેમ જળવાયેલો છે." ગૌહર ખાન અને ઝૈદ દરબારની ચિક્સા સેરેમની મંગળવારે 22 ડિસેમ્બરના થઈ હતી. એક ઇન્ટરવ્યૂમાં ગૌહર ખાને કહ્યું કે તે ઝૈદને મળી ત્યારથી તે તેની તરફ આકર્ષાતી ગઈ. ત્યાર બાદ ઝૈદે એક મહિના પછી તેણે લગ્ન માટે પ્રપૉઝ કર્યું.
View this post on Instagram
ગૌહર ખાન અનેક ફિલ્મોમાં દેખાઇ ચૂકી છે. તે અર્જુન કપૂરની ફિલ્મમાં 'હુઆ છોકરા જવાન રે' ગીત પર સ્પેશિયલ નંબર પણ કરી ચૂકી છે.

