તામિલ સુપરસ્ટાર વિજય સેતુપતિને ચમકાવતી આ ફિલ્મને ચીનમાં રિલીઝ પહેલાં ૮.૭/૧૦નું રેટિંગ મળ્યું હતું
`મહારાજા`નો સીન
તામિલ ફિલ્મ ‘મહારાજા’એ ચીનમાં પહેલા દિવસે સાડાપંદર કરોડ રૂપિયા જેટલો બિઝનેસ કર્યો છે. ઈસ્ટર્ન લદ્દાખમાં બન્ને દેશો વચ્ચેનું ઘર્ષણ સમાપ્ત કરવાનો ગયા મહિને જે કરાર થયો એ પછી ‘મહારાજા’ પહેલી ભારતીય ફિલ્મ છે જે ચીનમાં રિલીઝ થઈ હોય. તામિલ સુપરસ્ટાર વિજય સેતુપતિને ચમકાવતી આ ફિલ્મને ચીનમાં રિલીઝ પહેલાં ૮.૭/૧૦નું રેટિંગ મળ્યું હતું અને બૉક્સ-ઑફિસ પર પણ એનો ફાયદો થયો હતો. ભારતમાં આ ફિલ્મ ૧૪ જૂને રિલીઝ થઈ હતી અને એણે ૧૦૦ કરોડ રૂપિયા કરતાં વધુનો બિઝનેસ કર્યો હતો.