જરૂરતમંદ લોકોની સર્જરી, દવા, હૉસ્પિટલમાં બેડ જેવી અનેક વ્યવસ્થા તેણે કરી આપી છે
સોનુ સૂદને રિયલ હીરો જણાવ્યો આર્મીએ
ઇન્ડિયન આર્મીએ સોનુ સૂદને રિયલ હીરો જણાવ્યો છે. તેમણે હિમાલયમાં બરફથી છવાયેલા પર્વત પર ‘રિયલ હીરો સોનુ સૂદ’ એવું લખ્યું છે. એ ફોટોને સોનુએ શૅર કર્યો છે. કોરોનાકાળમાં સોનુ સૂદે લોકોને અનહદ મદદ કરી છે એ વાત તો જગજાહેર છે. જરૂરતમંદ લોકોની સર્જરી, દવા, હૉસ્પિટલમાં બેડ જેવી અનેક વ્યવસ્થા તેણે કરી આપી છે. આ સિવાય આર્થિક રૂપે સધ્ધર ન હોય એવાં બાળકોની સ્કૂલની ફી પણ તેણે ભરી છે. એક ગામમાં તો ઑનલાઇન ક્લાસમાં આવતા નેટવર્કની સમસ્યાને દૂર કરવા માટે મોબાઇલ ટાવર પણ લગાવી આપ્યો હતો. હજી પણ તે નિરંતર લોકોની મદદ કરી રહ્યો છે. તેના મકાનની બહાર મદદની આશાએ આવતા લોકોની લાંબી લાઇન લાગે છે. તેનાં માનવતાનાં આવાં કાર્યોને કારણે લોકો તેને મસીહા પણ કહે છે. તેની પ્રશંસા કરતાં લોકો થાકતા નથી. આ જ કારણ છે કે તેના પ્રત્યે આભારની લાગણી આર્મીએ પણ વ્યક્ત કરી છે. એ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સોનુ સૂદે કૅપ્શન આપી હતી, ‘આ ક્યાંક હિમાલયનો ફોટો છે. આ ફોટો જોઈને હું ખુશ થઈ ઊઠ્યો છું. ભારતીય સેના મારી પ્રેરણા છે.’