ટ્વિટર પર એક યુઝરે ટ્વીટ કર્યું કે ‘શાહરુખ ખાન, દીપિકા પાદુકોણને ‘પઠાન’ને મળી રહેલી સફળતા માટે અભિનંદન
કંગના રનોટ
‘પઠાન’ને મળી રહેલી સફળતાને જોતાં કંગના રનોટ સોશ્યલ મીડિયામાં પોતાના આક્રમક વિચારો વ્યક્ત કરી રહી છે. હવે તેણે જણાવ્યું છે કે ભારતે હંમેશાં ખાન અને ખાનને જ પ્રેમ આપ્યો છે. એને જોતાં તેણે લોકોને સલાહ આપી છે કે દેશ પર નફરત અથવા તો ફાસીવાદ હોવાના આરોપ ન લગાવવા જોઈએ. ટ્વિટર પર એક યુઝરે ટ્વીટ કર્યું કે ‘શાહરુખ ખાન, દીપિકા પાદુકોણને ‘પઠાન’ને મળી રહેલી સફળતા માટે અભિનંદન. એનાથી સાબિત થાય છે કે હિન્દુ હોય કે મુસ્લિમ, બધા શાહરુખને એકસમાન પ્રેમ આપે છે. બૉયકૉટને લઈને ફિલ્મને નુકસાન નહીં પરંતુ ફાયદો જ થયો છે. ઇરૉટિક અને સારું મ્યુઝિક સફળ થયું છે. ભારત સુપર સેક્યુલર છે.’
આ પણ વાંચો : પૉલિટિક્સથી દૂર રહો : કંગના રનોટ
ADVERTISEMENT
એ વ્યક્તિના આ ટ્વીટને શૅર કરીને એના પર કમેન્ટ કરતાં ટ્વિટર પર કંગનાએ ટ્વીટ કર્યું કે ‘સારું વિશ્લેષણ કાઢ્યું છે. આ દેશે ફક્ત ને ફક્ત ખાનને જ પ્રેમ આપ્યો છે. સાથે જ મુસ્લિમ ઍક્ટ્રેસિસને લઈને અલગ પ્રકારનું ઝનૂન રહ્યું છે. એથી ભારત પર નફરત અને ફાસીવાદના આરોપ લગાવવા યોગ્ય નથી. આખા વિશ્વમાં ભારત જેવો કોઈ દેશ નથી.’