Lockdown દરમ્યાન પરેશ રાવલના દિકરાનું 'બમફાડ' ડેબ્યૂ
'બમફાડ' 10 એપ્રિલથી ઝી ફાઈવ પર સ્ટ્રિમિંગ થશે
કોરોના વાયરસ (COVID-19)ને લીધે આખા દેશમાં લૉકડાઉન છે. સિનેમાઘરો બંધ હોવાતી દર્શકો સુધી ભલે નવી ફિલ્મો ન પહોચતી હોય પણ OTT પ્લેટફોર્મ દ્વારા દર્શકોનું ભરપુર મનોરંજન થઈ રહ્યું છે. હવે આ જ પ્લેટફોર્મ પર અભિનેતા પરેશ રાવલનો દિકરો આદિત્ય રાવલ ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. પરેશ રાવલે સોશ્યલ મિડિયાના માધ્યમથી આ જાહેરાત કરી હતી અને દિકરાની ડેબ્યૂ ફિલ્મ જોવાની લોકોને અપીલ પણ કરી છે.
આદિત્ય રાવલની ફિલ્મનું નામ 'બમફાડ' છે અને તે 10 એપ્રિલથી ઝી ફાઈવ પર સ્ટ્રિમિંગ થશે. તે ઝી ફાઈવની ઓરીજનલ છે. બમફાડને ડેબ્યૂટેંટ રંજન ચંદેલે ડાયરેક્ટ કરી છે. આદિત્યની સાથે 'અર્જુન રેડ્ડી' ફેમ શાલિનિ પાડેય પણ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી રહી છે.
ADVERTISEMENT
પરેશ રાવલે ટ્વીટમાં લખ્યું હતું કે, તમારો પ્યાર અને આર્શિવાદ જોઈએ છે.
ફિલ્મની વાર્તા અલહાબાદ (પ્રયાગરાજ)ની છે. આ એક લવ સ્ટોરી છે. આદિત્ય આ ફિલ્મમાં નાસિર જમાલ નામનું કૅરેક્ટર ભજવી રહ્યો છે. આદિત્યએ કહ્યું હતું કે, એક રોમાંચક કહાની સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પદાર્પણ કરી રહ્યો છે તેની ખુશી છે. હું મારી અલગ ઓળખ બનાવવામાં માંગુ છું. ફિલ્મની સ્ક્રિપ્ટ જ મને બહુ આકર્ષખ લાગી હતી.
આ ફિલ્મને અનુરાગ કશ્યપ પ્રસ્તુત કરી રહ્યાં છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટર શેર કરતા લખ્યું હતું કે, 'जहां दिल लगाना नहीं आसान, वहां आशिक़ी होगी बमफाड़'
ફિલ્મમાં 'ગલી બોય' ફેમ વિજય વર્મા અને 'સેક્રેડ ગેમ્સ' જતિન સરના પણ મુખ્ય ભુમિકામાં છે.

