સેન્સર બોર્ડે આ મૂર્ખામીભર્યું કામ કર્યું છે:ઈમરાન હાશ્મી
વ્હાય ચીટ ઈન્ડિયાનું પોસ્ટર
ઇમરાન હાશ્મીનું કહેવું છે કે ફિલ્મનું નામ બદલવું એ સેન્સર બોર્ડનો મૂખાર્મીભર્યો નિર્ણય છે. ઇમરાન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી ‘ચીટ ઇન્ડિયા’નું નામ બદલીને ‘વાય ચીટ ઇન્ડિયા’ કરવામાં આવ્યું છે. આ વિશે પૂછતાં ઇમરાને કહ્યું હતું કે ‘છેલ્લા એક વર્ષથી લોકોને જાણ હતી કે આ ફિલ્મનું નામ ‘ચીટ ઇન્ડિયા’ રાખવામાં આવ્યું છે. અમે અમારા દરેક પ્રોમોને સેન્સરમાં ક્લિયર કરાવ્યા હતા અને હવે અચાનક ફિલ્મની રિલીઝનાં દસ દિવસ પહેલાં જ તેમણે ફિલ્મની આગળ ‘વાય’ મૂકી દીધો છે. આ મૂર્ખાર્મીભર્યું છે અને અમે એના વિરુદ્ધ લડી પણ નથી શકતા, કારણ કે અમારી ફિલ્મ રિલીઝ થવાની તૈયારીમાં છે. દુ:ખની વાત છે કે આપણી સિસ્ટમ આવી જ છે. આ ફિલ્મમાં આપણી સિસ્ટમ કેવી છે એ જ દેખાડવામાં આવ્યું છે. એનો વિરોધ કરવામાં આવે એવું ફિલ્મમાં કંઈ નથી. સિસ્ટમમાં ખોટું શું ચાલી રહ્યું છે એ જ અમે પબ્લિકને દેખાડી રહ્યા છીએ. આપણી એજ્યુકેશન સિસ્ટમ આવી જ બની ગઈ છે. આ ખૂબ જ મોટો પ્રૉબ્લેમ છે.’
આ પણ વાંચોઃ હા, મે રીઅલ લાઈફમાં કરી છે ચીટિંગઃ વાંચો 'ચીટર' ઈમરાન હાશ્મી સાથે EXCLUSIVE વાતચીત