જોકે ઇલિઆનાને કયાં કારણોસર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી એની માહિતી નથી મળી
ઇલિઆના ડિક્રુઝની
ઇલિઆના ડિક્રુઝની તબિયત ખરાબ થતાં તેને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવી હતી. એથી તેના ફૅન્સમાં ચિંતા પ્રસરી ગઈ હતી. જોકે ઇલિઆનાને કયાં કારણોસર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી એની માહિતી નથી મળી. તેણે આઇવી ચડાવતો ફોટો પણ શૅર કર્યો હતો. હવે તે સ્વસ્થ થઈ છે એવું તેણે જણાવ્યું છે. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ઇલિઆનાએ કૅપ્શન આપી હતી, ‘મારી તબિયતને લઈને જેમણે પણ ચિંતા કરતા મેસેજિસ કર્યા એ બદલ સૌનો આભાર માનું છું. તમારા પ્રેમની હું પ્રશંસા કરું છું અને તમને જણાવી દઉં કે હું હવે સ્વસ્થ છું. યોગ્ય સમયે મને સારી મેડિકલ ટ્રીટમેન્ટ મળી ગઈ હતી.’