Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘અન-ઍટ્રૅક્ટિવ મૉમ’ ઇલિઆના ડિક્રુઝ જલદી કરશે કમબૅક

‘અન-ઍટ્રૅક્ટિવ મૉમ’ ઇલિઆના ડિક્રુઝ જલદી કરશે કમબૅક

Published : 03 March, 2024 10:20 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેની ફિલ્મ ‘તેરા ક્યા હોગા લવલી’ ૮ માર્ચે થિયેટરમાં રિલીઝ થવાની છે

ઇલિઆના ડિક્રુઝ

ઇલિઆના ડિક્રુઝ


ઇલિઆના ડિક્રુઝે ગયા વર્ષે પહેલી ઑગસ્ટે દીકરાને જન્મ આપ્યો છે. તેનું નામ કોઆ ફીનિક્સ ડોલાન રાખવામાં આવ્યું છે. જોકે હવે ઇલિઆના કહે છે કે તેને પોતાને માટે સમય નથી મળતો અને તેણે પોતાને અન-ઍટ્રૅક્ટિવ મૉમ કહી છે. તે હવે ફિલ્મોમાં કમબૅક કરી રહી છે. તેની ફિલ્મ ‘તેરા ક્યા હોગા લવલી’ ૮ માર્ચે થિયેટરમાં રિલીઝ થવાની છે. તે છેલ્લે અભિષેક બચ્ચન સાથે ‘ધ બુલ’માં દેખાઈ હતી. ઇલિઆનાએ ઘણા સમય બાદ પોતાનો ફોટો શૅર કર્યો છે, એમાં તે થાકેલી દેખાઈ રહી છે. એ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ઇલિઆનાએ કૅપ્શન આપી હતી, ‘ઘણો સમય થયો છે મેં મારો ફોટો ક્લિક નથી કર્યો અથવા તો કાંઈ પોસ્ટ નથી કર્યું. ફુલ ટાઇમ મમ્મી બન્યા બાદ અને ઘરની દેખરેખ રાખવાને કારણે મને પોતાને માટે સમય નથી મળતો. હું હંમેશાં પાયજામામાં એક આકર્ષક ન હોય એવી મમ્મી દેખાઉં છું અને મારા દીકરાના હાથમાં મારા વાળ ન આવે એ રીતે મારા વા‍ળ બાંધી રાખું છું. એથી સેલ્ફી માટે પાઉટ કરવાનો વિચાર મારા દિમાગમાં નથી આવતો. વાસ્તવિકતા એ છે કે કેટલાક દિવસો ખૂબ અઘરા હોય છે. ઊંઘ પણ પૂરી નથી થતી. હું અહીં ફરિયાદ નથી કરી રહી, કારણ કે મારા દીકરાનો જન્મ થવો એ મારા માટે સૌથી સુંદર વાત છે. આપણે કદી ડિલિવરી બાદ થતા ડિપ્રેશન વિશે ચર્ચા નથી કરતાં. એ ખરેખર થાય છે, જે અલગ જ પ્રકારની ફીલિંગ છે. હું હંમેશાં પ્રયાસ કરું છું કે મારા માટે થોડો સમય ફાળવું. ૩૦ મિનિટ વર્કઆઉટ કરું છું અને પાંચ મિનિટમાં શાવર લઉં છું, જે ખરેખર મને સારો એહસાસ કરાવે છે. જોકે ક્યારેક હું એ પણ નથી કરી શકતી. અહીં હું એમ કહેવા માગું છું કે હું ફરી પાછી કામની શરૂઆત કરવાની છું. મારી નવી લાઇફની ઝલક દેખાડું છું. મારી સાથે ઘણીબધી સારી-સારી બાબતો બની રહી છે. મારા માટે આ ઇમોશનલ જર્ની છે. હું એ મમ્મીઓ જેવી નથી જે ઝડપથી પોતાના અગાઉના શેપમાં આવી જાય. હું મારી જાત સાથે અને મારા શરીર સાથે ઉદાર છું. સાથે જ મારી મરજી પ્રમાણે હું સ્ટ્રૉન્ગ અને હેલ્ધી બનવાનો પ્રયાસ કરી રહી છું. હું પાછી આવી રહી છું. મારી સાથે જોડાવા બદલ આભાર.’


Whatsapp-channel Whatsapp-channel

03 March, 2024 10:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK