દર્શકોએ ચોખવટ કરી આપી છે કે તેમને ફિલ્મ ગમવી જોઈએ. તમે ‘KGF : ચૅપ્ટર 2’, ‘RRR’, ‘ભૂલભુલૈયા 2’ અને ‘દૃશ્યમ 2’ જોશો તો એ બૉક્સ-ઑફિસ પર નિષ્ફળ નથી ગઈ.
વિકી કૌશલ
વિકી કૌશલનું કહેવું છે કે દર્શકોએ સ્પષ્ટ કર્યું છે કે સારી ફિલ્મો બનાવો, જે તેમને પસંદ પડવી જોઈએ પછી એ ભલે કોઈ પણ ભાષાની કે પ્રકારની કે સ્કેલની હોય. વિકીની ‘ગોવિંદા નામ મેરા’ હાલમાં જ રિલીઝ થઈ છે. ફિલ્મો વિશે લોકોનું શું માનવું છે એ વિશે વિકીએ કહ્યું કે ‘મારું માનવું છે કે જો ફિલ્મ સારી હોય તો એ સફળ થાય છે. લોકોએ એ વસ્તુ સ્પષ્ટ કરી આપી છે. જો તમે ગ્રાફ જોશો તો ખ્યાલ આવશે કે જો તેમને ફિલ્મ પરસ્પર જોડશે, પછી એ ભલે કોઈ પણ ભાષાની, કોઈ પણ પ્રકારની કે સ્કેલની હોય; તેઓ એને ખૂબ પ્રેમ આપશે. દર્શકોએ ચોખવટ કરી આપી છે કે તેમને ફિલ્મ ગમવી જોઈએ. તમે ‘KGF : ચૅપ્ટર 2’, ‘RRR’, ‘ભૂલભુલૈયા 2’ અને ‘દૃશ્યમ 2’ જોશો તો એ બૉક્સ-ઑફિસ પર નિષ્ફળ નથી ગઈ. આ ફિલ્મો એક જ ભાષા, જોનર કે પછી એકસમાન સ્કેલની નથી. તેમનો માર્કેટિંગ પ્લાન પણ સમાન નથી. ત્રણ વર્ષ અગાઉ ફિલ્મનો આધાર માર્કેટિંગ પર હતો. તમે જેટલું માર્કેટિંગ કરો એટલી વધારે ફિલ્મ ચાલે, પરંતુ હવે એવું નથી રહ્યું. આજે જો લોકોને ફિલ્મ ગમશે તો એ ફિલ્મ સફળ થશે. એથી મને એવું લાગે છે કે આપણે એવા સમયમાં રહીએ છીએ જ્યારે તેમણે સ્પષ્ટ કહી દીધું છે કે સારી ફિલ્મો બનાવો તો અમે એને પ્રેમ આપીશું.’