લતા મંગેશકરને ઑસ્કર અને ગ્રૅમીમાં પણ શ્રદ્ધાંજલિ આપવામાં નહોતી આવી.
લતા મંગેશકર
જાવેદ અલીનું કહેવું છે કે લતા મંગેશકરને ઑસ્કર અથવા તો ગ્રૅમી મળ્યો હોત તો એ અવૉર્ડ્સની નામના વધુ થઈ ગઈ હોત. લતા મંગેશકરનું મૃત્યુ છ ફેબ્રુઆરીએ થયું હતું. જોકે તેમને ઑસ્કર અને ગ્રૅમીમાં પણ શ્રદ્ધાંજલિ આપવામાં નહોતી આવી. આથી સોશ્યલ મીડિયા પર એને લઈને ખૂબ જ વિવાદ થયો હતો. લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવા માટે ‘નામ રહ જાએગા’ શો શરૂ કરવામાં આવ્યો છે. આ શોમાં જાવેદ અલીએ હાજરી આપતાં કહ્યું હતું કે ‘મારા મત મુજબ લતાદીદી એક એવી પર્સનાલિટી છે કે તેમની સામે દરેક અવૉર્ડ નાનો લાગે છે. જો તેમને કોઈ અવૉર્ડ ન મળ્યો હોય તો એ એમનું દુર્ભાગ્ય છે કે તેઓ લતાજીને એ અવૉર્ડ ન આપી શક્યા. જો તેમને ઑસ્કર અથવા તો ગ્રૅમી જેવો અવૉર્ડ મળ્યો હોત તો એ અવૉર્ડની નામના વધી ગઈ હોત. તેઓ પોતે એક અવૉર્ડ હતાં. તેમણે જે કામ કર્યું છે એ સોના જેવું છે.’