જાહ્ન્વી કપૂરનું જુનિયર એનટીઆર સાથે કામ કરવાનું સપનું પૂરું થયું છે. આ બન્ને ‘NTR 30’માં સાથે દેખાશે. આ ફિલ્મનું શૂટિંગ ૨૩ માર્ચથી શરૂ થવાનું છે
જાહ્નવી કપૂર
જાહ્ન્વી કપૂરનું કહેવું છે કે જો તે વધારે સ્માઇલ કરે તો લોકો તેને ડેસ્પરેટ હોવાનું કહે છે. જાહ્નવી હાલમાં તેની આગામી ફિલ્મ ‘મિસ્ટર ઍન્ડ મિસિસ માહી’માં વ્યસ્ત છે. તેનું કહેવું છે કે તે શ્રીદેવી અને બોની કપૂરની દીકરી હોવાથી લોકોનું ધ્યાન મારી તરફ જાય એ સ્વાભાવિક છે. જોકે તેની ઇચ્છા છે કે તેની ઓળખ તેના કામથી થાય. સાથે જ અમુક લોકો તેની નિંદા કરે છે એ વિશે જાહ્નવીએ કહ્યું કે ‘હું જાણું છું કે લોકો મારા પર આંગળી ચીંધવા તત્પર જ હોય છે. જો હું મારા જિમની બહાર આવીને વધારે સ્માઇલ કરું તો તેઓ કહેશે, ‘દેખો કિતની ઇગર, કિતની ડેસ્પરેટ હૈ.’ જો મારો દિવસ સારો ન હોય, મારા ચહેરા પર મોટો પિમ્પલ હોય તો હું નીચે જોઈને નીકળી જાઉં છું. મારું શૂટ શરૂ થવાનું હોય ત્યારે લોકો કહેશે, કિતની ઘમંડી હૈ. તમારા પ્રત્યેના કોઈના વિચાર મહત્ત્વ નથી રાખતા. તમારું કામ કાયમ રહેશે, તમે શું વિચારો છો એ જળવાઈ રહેશે. મારા તરફ લોકોનું ધ્યાન જાય છે એ સારી વાત છે. એ વસ્તુ તો દરેકને ગમે, પરંતુ એને તમે તમારા દિમાગમાં ન બેસાડી શકો. આજે મને જે પણ અટેન્શન મળે છે એ મારા પેરન્ટ્સને કારણે અને જે પરિવારમાં મારો જન્મ થયો છે એને કારણે મળે છે. સાથે જ થોડુંઘણું મારા કામને કારણે પણ મળે છે. જિમમાં હું જે શૉર્ટ્સ પહેરીને જાઉં છું એને કારણે મને ઓળખ મળે એવી મારી ઇચ્છા નથી.’
જુનિયર એનટીઆર સાથે કામ કરવાનું સપનું પૂરું થયું જાહ્નવીનું
ADVERTISEMENT
જાહ્ન્વી કપૂરનું જુનિયર એનટીઆર સાથે કામ કરવાનું સપનું પૂરું થયું છે. આ બન્ને ‘NTR 30’માં સાથે દેખાશે. આ ફિલ્મનું શૂટિંગ ૨૩ માર્ચથી શરૂ થવાનું છે. હૈદરાબાદમાં એનું મુહૂર્ત થશે. આ ફિલ્મ દ્વારા જાહ્નવી તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવાની છે. આ ફિલ્મ મળવાની ખુશી વ્યક્ત કરતાં જાહ્ન્વીએ કહ્યું કે ‘હું શૂટિંગ શરૂ થાય એના દિવસો ગણી રહી છું. હું દરરોજ ડિરેક્ટરને મેસેજ કરું છું. જુનિયર એનટીઆર સાથે કામ કરવાનું મારું સપનું હતું. મેં હાલમાં ફરીથી ‘RRR’ જોઈ હતી. તેમની પ્રતિભા જાદુઈ છે. તેમની સાથે સ્ક્રીન શૅર કરવા મળશે એ મારી લાઇફની સૌથી મોટી ખુશીની બાબત હશે. આને માટે તો હું દરરોજ પ્રાર્થના કરતી હતી. મારા દરેક ઇન્ટરવ્યુમાં હું કહેતી આવી છું કે મારે જુનિયર એનટીઆર સાથે કામ કરવું છે. મારા માટે પહેલી વખત આ ટેક્નિક કામ કરી ગઈ. હું હંમેશાં સકારાત્મક રહેવાનું અને કામ કરતા રહેવાનું શીખી છું અને એ જ મારો ઉદ્દેશ છે.’