અજય દેવગનની દીકરી અને સૈફ અલી ખાનનો દીકરો એકસાથે પાર્ટી કરતા દેખાયા : પાર્ટીમાં બન્નેએ કર્યું એકબીજાને ટાઇટ હગ
ન્યાસા, ઈબ્રાહિમ
પાપારાઝી ફક્ત બોલિવૂડ સેલેબ્ઝને નહીં પણ સ્ટાર કિડ્સને ક્લિક કરવા માટે પણ હંમેશા તૈયાર જ હોય છે. રવિવારે બોલિવૂડ સેલેબ્ઝના કિડ્સ એકસાથે પાર્ટી કરતાં જોવા મળ્યાં હતાં. આ પાર્ટીમાં અજય દેવગન (Ajay Devgan) અને કાજોલ (Kajol)ની દીકરી ન્યાસા (Nyasa), સૈફ અલી ખાન (Saif Ali Khan) અને અમૃતા સિંહ (Amrita Singh)નો પુત્ર ઈબ્રાહીમ અલી ખાન (Ibrahim Ali Khan), શ્વેતા તિવારી (Shweta Tiwari)ની દીકરી પલક (Palak), અર્જુન રામપાલ (Arjun Rampal)ની દીકરી માહિકા (Mahikaa) અને જાવેદ જાફરી (Jaaved Jaaferi) દીકરી અલવિયા (Alaviaa) હતા. જોકે આકર્ષણનું કેન્દ્ર ન્યાસા અને ઈબ્રાહિમ રહ્યાં હતા. સોશ્યલ મીડિયા પર બન્નેની અનેક તસવીરો વાયરલ થઈ છે. જેના પરથી એવો અંદાજ લગાડવામાં આવી રહ્યો છે કે, ન્યાસા અને ઈબ્રાહિમ વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે.
બોલિવૂડ પાર્ટીમાં હાજર એક વ્યક્તિએ ઈન્સ્ટાગ્રામ સ્ટેટસ પર અલવિયા જાફરી, ન્યાસા દેવગન, પલક તિવારી, માહિકા રામપાલ અને ઈબ્રાહિમ અલી ખાન સાથેના ફોટો શૅર કર્યા છે. સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરોમાં ન્યાસા અને ઈબ્રાહિમ એકબીજાને ગળે મળતા જોવા મળ્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો - હું પોતાને લેફ્ટ વિન્ગનો માનું છું, પરંતુ આવું મારે ન કહેવું જોઈએ : સૈફ
આ પહેલા પણ ન્યાસા અને ઈબ્રાહિમ અનેકવાર એકબીજા સાથે પાર્ટી કરતાં જોવા મળ્યાં છે.
આ પણ વાંચો - દીકરી નિસાને કાજોલની કઈ વાતથી પ્રૉબ્લેમ છે?
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, ઈબ્રાહિમ અલી ખાને રણવીર સિંહ (Ranveer Singh) અને આલિયા ભટ્ટ (Alia Bhatt)ની ફિલ્મ `રોકી ઔર રાની કી પ્રેમ કહાની` (Rocky Aur Rani Ki Prem Kahani)માં કરણ જોહર સાથે આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું છે. તેણે વર્ષ ૨૦૦૮માં રિલીઝ થયેલી ફિલ્મ `ટશન` (Tashan)થી બાળ કલાકાર તરીકે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

