સુશાંત તું કાશ જોઈ શક્યો હોત તારા ફૅન્સ તને ન્યાય અપાવવા લડી રહ્યા છે
અભિષેક કપૂર
ડિરેક્ટર અભિષેક કપૂરે સુશાંત સિંહ રાજપૂતને યાદ કરતાં જણાવ્યું હતું કે કાશ તું જોઈ શક્યો હોત કે તારા ફૅન્સ તારા માટે કેટલો સંઘર્ષ કરી રહ્યા છે. સુશાંતે 14 જૂને પોતાના ઘરમાં સુસાઇડ કર્યું હતું. આ કેસ સીબીઆઇને સોંપવામાં આવ્યો છે. અભિષેક કપૂરની ‘કેદારનાથ’માં સુશાંતે કામ કર્યું હતું. સુશાંતને યાદ કરતાં તેની સાથે વિતાવેલી પળોનો કોલાજ બનાવીને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અભિષેકે કૅપ્શન આપી હતી કે ‘સુશાંત સિંહ રાજપૂત (1986-2020). આપણે છેલ્લે ‘કેદારનાથ’ના શૂટિંગ દરમ્યાન 3 વર્ષ પહેલાં ડાન્સ કર્યો હતો. ભાઈ, તારી સાથે વિતાવેલી પળો આજે પણ મારા દિલમાં જીવંત છે. કાશ, તું જાણી શક્યો હોત કે તારા ફૅન્સ તને કેટલો પ્રેમ કરે છે. આશા છે કે કદાચ તેં કોઈ ઝેર ઓકનારા દિમાગની વાત ન માની હોત. કાશ, તું જોઈ શક્યો હોત કે તારા ફૅન્સ તને ન્યાય અપાવવા માટે કેવી લડત લડી રહ્યા છે. તારા માટે તો તેમણે આખી દુનિયાને ઝુકાવી દીધી છે. એ બધાની વચ્ચે મને તું એમ કહેતા સંભળાઈ રહ્યો છે કે ‘જાને દો સર, કામ બોલેગા.’
ADVERTISEMENT

