Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘આર્યા 3’ની ઑફર મળતાં સુસ્મિતાને ફરીથી મળવાની આશાથી હું હરખાઈ ગઈ હતી : ઇલા અરુણ

‘આર્યા 3’ની ઑફર મળતાં સુસ્મિતાને ફરીથી મળવાની આશાથી હું હરખાઈ ગઈ હતી : ઇલા અરુણ

17 October, 2023 05:24 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇલા અરુણને ‘આર્યા 3’ની ઑફર મળતાં સુસ્મિતા સેનને ફરીથી મળવાની આશાથી તે હરખાઈ ગઈ હતી.

 ઇલા અરુણ અને સુષ્મિતા સેન

ઇલા અરુણ અને સુષ્મિતા સેન


ઇલા અરુણને ‘આર્યા 3’ની ઑફર મળતાં સુસ્મિતા સેનને ફરીથી મળવાની આશાથી તે હરખાઈ ગઈ હતી. આ સિરીઝ ડિઝની + હૉટસ્ટાર પર ત્રીજી નવેમ્બરથી શરૂ થશે. રામ માધવાણીએ એને ડિરેક્ટ કરી છે. આ શોમાં સુસ્મિતા આર્યાના રોલમાં દેખાશે અને ઇલા નલિની સાહિબાના રોલમાં દેખાશે. સુસ્મિતાની પ્રશંસા કરતાં ઇલા અરુણે કહ્યું કે ‘જે ક્ષણે મને ‘આર્યા 3’નો રોલ ઑફર કરવામાં આવ્યો એ જ ક્ષણે હું એ વાતથી હરખાઈ ગઈ હતી કે મને ફરીથી સુસ્મિતાને મળવાની તક મળશે. ‘ચિનગારી’માં અમે સાથે કામ કર્યું હતું ત્યારે જ અમારી વચ્ચે સ્ટ્રૉન્ગ રિલેશન બંધાયું અને પરસ્પર સન્માનની લાગણી કેળવાઈ હતી. એ જ વખતે તેની અંદરના ખરા ઍક્ટરની મને ઓળખ થઈ હતી. એ અગાઉ હું તેને એક મૉડલ અને મિસ યુનિવર્સ તરીકે જાણતી હતી. જોકે સેટ પર તેની અંદરની અદ્ભુત સ્ટ્રેંગ્થનો મેં અનુભવ કર્યો હતો. ‘આર્યા’ના શૂટિંગ દરમ્યાન તે ખૂબ બીમાર હતી. તે જ્યારે સેટ પર પાછી ફરી તો એવું લાગતું હતું જાણે કે તેને કશું થયું જ નથી. તેની સાથે મારા સીન્સ ઘણા હતા અને શૂટિંગ દરમ્યાન અમે પાડોશમાં રહેતા હતા. અમારી વચ્ચે ખૂબ પ્રેમાળ સંબંધો વિકસ્યા હતા. તે પ્રેમથી મને મા કહીને બોલાવે છે.’


Whatsapp-channel Whatsapp-channel

17 October, 2023 05:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK