બન્નેના લગ્નજીવનનો અંત ડિવૉર્સ પર આવ્યો હતો
કરિશ્મા કપૂર
કરિશ્મા કપૂરનું કહેવું છે કે તે ફેમસ હોવાથી સંજય કપૂરે તેની સાથે લગ્ન કર્યાં હતાં. બન્નેના લગ્નજીવનનો અંત ડિવૉર્સ પર આવ્યો હતો. સંજય અને કરિશ્મા એકબીજાને બાળપણથી ઓળખતાં હતાં. આમ છતાં લગ્ન બાદ બન્ને વચ્ચે વિવાદ વધવા લાગ્યો. કરિશ્મા સાથે તે મારપીટ કરતો હતો. કરિશ્માએ ઘરેલુ હિંસાની ફરિયાદ પણ કરી હતી. એમાં તેણે આરોપ મૂક્યો હતો કે ડિલિવરી બાદ ડ્રેસ તેને ફિટિંગમાં ન આવતાં સંજયે તેની મમ્મીને કરિશ્માને તમાચો મારવા કહ્યું હતું. સંજય વિશે કરિશ્માએ કહ્યું કે ‘મને એવો એહસાસ થયો કે હું ફેમસ અને સફળ ફિલ્મસ્ટાર હોવાથી તેણે
મારી સાથે લગ્ન કર્યાં હતાં જેથી તેને પ્રેસની નજરમાં રહેવાનો પણ ફાયદો થઈ શકે.’