Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘પ્રેમ રતન ધન પાયો’માં મેં જાતે જ મારી સ્ટાઇલ કરી હતી : સોનમ

‘પ્રેમ રતન ધન પાયો’માં મેં જાતે જ મારી સ્ટાઇલ કરી હતી : સોનમ

31 October, 2023 03:52 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોનમ કપૂર આહુજાએ ૨૦૧૫માં આવેલી ‘પ્રેમ રતન ધન પાયો’માં જાતે જ પોતાની સ્ટાઇલ કરી હતી.

સોનમ કપૂર

સોનમ કપૂર


સોનમ કપૂર આહુજાએ ૨૦૧૫માં આવેલી ‘પ્રેમ રતન ધન પાયો’માં જાતે જ પોતાની સ્ટાઇલ કરી હતી. સૂરજ બડજાત્યાની આ ફિલ્મમાં તેની સાથે સલમાન ખાન, અનુપમ ખેર, નીલ નીતિન મુકેશ અને સ્વરા ભાસ્કર લીડ રોલમાં હતાં. ફિલ્મ વિશે સોનમે કહ્યું કે ‘ફિલ્મ ‘પ્રેમ રતન ધન પાયો’ ભારતના અનેક લોકોને પસંદ પડી હતી. આ મારી એવી ફિલ્મ હતી જે ખૂબ-ખૂબ સારી ચાલી હતી. અનામિકાએ મારા તમામ આઉટફિટ બનાવ્યા હતા. ફિલ્મમાં સ્ટાઇલ મેં મારી જાતે કરી હતી. વેસ્ટર્ન વેઅર મેં પસંદ કર્યા હતા, પરંતુ તમામ ઇન્ડિયન આઉટફિટ અનામિકા ખન્નાએ ડિઝાઇન કર્યા હતા. મને આજે પણ યાદ છે હું કેટલાંક લગ્નમાં ગઈ હતી અને મેં કેટલીક યુવતીઓને એ જ આઉટફિટ પહેરેલી જોઈ હતી અને એ જોઈને મને ખુશી થઈ હતી. મને ત્યારે એહસાસ થયો કે એ સિનેમાની તાકાતને દેખાડે છે. શરૂઆતમાં તો મને એની સમજ ન પડી. મને સૂરજજીએ જણાવ્યું હતું કે તેમની એક ફિલ્મમાં માધુરી દીક્ષિત નેનેએ જે ગ્રીન સાડી પહેરી હતી એ સાડી અમ્રિતા રાવે પહેરી હતી. એ આઉટફિટ લોકોમાં ખૂબ ફેમસ થયા હતા. સૂરજજી મને જણાવતા કે તેમને કયા કલર્સ જોઈએ છે અને એ વસ્તુ ખરેખર સફળ રહી. હું જ્યારે ત્રીસની ઉંમરમાં પહોંચી તો મારી અનેક ફ્રેન્ડ્સનાં લગ્ન થયાં હતાં અને મેં જોયું કે તેમાંની કેટલીકે અનામિકાના એ જ આઉટફિટ્સ પહેર્યા હતા જે મેં ‘પ્રેમ રતન ધન પાયો’માં પહેર્યા હતા. મને એ જોઈને ખુશી અને ગર્વ થયાં.’


Whatsapp-channel Whatsapp-channel

31 October, 2023 03:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK