ડિઝની + હૉટસ્ટાર પર ૧૭ માર્ચે રિલીઝ થઈ રહ્યો છે.
જૉની લિવર
જૉની લીવરનું કહેવું છે કે ફરહાદ સામજીનું નામ સાંભળીને તેણે પ્રોજેક્ટ માટે તરત હા પાડી દીધી હતી. કૉમેડી-ડ્રામા ‘પૉપ કૌન’માં તે જોવા મળવાનો છે, જે ડિઝની + હૉટસ્ટાર પર ૧૭ માર્ચે રિલીઝ થઈ રહ્યો છે. આ કૉમેડી શોમાં તેમની સાથે કુણાલ ખેમુ, રાજપાલ યાદવ, ચંકી પાન્ડે, સૌરભ શુક્લા અને સ્વર્ગીય સતીશ કૌશિકની સાથે નૂપુર સૅનન અને જેમી લીવર પણ જોવા મળશે. આ વિશે વાત કરતાં જૉની લીવરે કહ્યું કે ‘હું મારા ડિજિટલ ડેબ્યુ માટે રાહ જોઈ રહ્યો હતો, પરંતુ મને કંઈ સારું નહોતું મળી રહ્યું. મેં જેવું ફરહાદનું નામ સાંભળ્યું ત્યારે મેં કોઈ સવાલ ન કર્યો અને મેં તરત હા પાડી દીધી. તે એક સારો રાઇટર છે. તેણે મને ઘણી વાર ડિરેક્ટ પણ કર્યો છે. અમે શોમાં કામ કરતી વખતે ઘણી મસ્તી પણ કરી હતી અને તમે જ્યારે આ શો જોશો ત્યારે તમને એ ખબર પડશે. આ પાત્ર થોડું મુશ્કેલ છે, કારણ કે સ્ક્રિપ્ટને ખૂબ જ સારી રીતે લખવામાં આવી છે. સ્ક્રિપ્ટ સસ્પેન્સ અને કૉમેડીથી ભરપૂર છે. આ પાત્ર મારા માટે એકદમ અલગ છે. એવું છે જે મેં અગાઉ ક્યારેય નથી કર્યું.’