તે સિન્ગિંગ અને ઍક્ટિંગમાં ખૂબ ઍક્ટિવ છે. તે પોતાની સ્પેસમાં ખુશ છે
દિલજિત દોસંજ
દિલજિત દોસંજનું કહેવું છે કે તે પૈસા માટે કામ નથી કરતો. તે સિન્ગિંગ અને ઍક્ટિંગમાં ખૂબ ઍક્ટિવ છે. તે પોતાની સ્પેસમાં ખુશ છે. એ વિશે દિલજિતે કહ્યું કે ‘હું ગર્વથી જીવું છું. જો હું પૈસાની ચિંતા કરતો હોત તો વધુ ફિલ્મોમાં કામ કરતો હોત, લગ્નના શોઝ, દર વર્ષે ૪-૫ પંજાબી ફિલ્મો કરતો હોત. હું પૈસાની પાછળ કદી નથી દોડ્યો. હું નાનો હતો ત્યારથી જ ફેમસ થવા માગતો હતો. હું માત્ર સારું કામ કરવા માગું છું અને મારી લાઇફને એન્જૉય કરવા માગું છું. હું જે પણ કામ કરું છું એનાથી હું ખુશ છું અને ભગવાનનો આભારી પણ છું. હું હાલમાં ઇમ્તિયાઝ અલી સાથે કામ કરી રહ્યો છું અને હાલમાં જ એક મોટી ફિલ્મને ના પાડી દીધી છે. હું પૈસા ખાતર બધું નથી કરતો. મને જ્યારે કોઈ વિષય પસંદ પડે તો હું એને સ્વીકારું છું. હાલમાં જ મારા ફેવરિટ ડિરેક્ટરના પ્રોડક્શન હાઉસની સ્ક્રિપ્ટ વાંચી હતી, પરંતુ મેં તેમને કહ્યું કે હું આમાં ફિટ નથી બેસતો.’