Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > એવી કેટલીયે ફિલ્મોમાં મેં કામ કર્યું છે જેમાં છેલ્લી ઘડીએ સ્ક્રિપ્ટ બદલાવવામાં આવી હતી : રાધિકા આપ્ટે

એવી કેટલીયે ફિલ્મોમાં મેં કામ કર્યું છે જેમાં છેલ્લી ઘડીએ સ્ક્રિપ્ટ બદલાવવામાં આવી હતી : રાધિકા આપ્ટે

Published : 18 April, 2023 03:45 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેણે બંગાળી, મરાઠી, તામિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે.

રાધિકા આપ્ટે

રાધિકા આપ્ટે


રાધિકા આપ્ટેનું કહેવું છે કે એવી કેટલીયે ફિલ્મોમાં તેણે કામ કર્યું છે જ્યારે શૂટિંગ શરૂ થતાં જ છેલ્લી ઘડીએ સ્ક્રિપ્ટ બદલાવવામાં આવી હતી અને તે કાંઈ નહોતી કરી શકતી. તેનું એવું પણ કહેવું છે કે કૉન્ટ્રૅક્ટને કારણે કેટલાક ઍક્ટર પ્રોજેક્ટ છોડીને નથી જઈ શકતા. તેણે બંગાળી, મરાઠી, તામિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે. ક્યારેક અઘરી સ્થિતિમાં મુકાઈ જવા વિશે રાધિકાએ કહ્યું કે ‘તમને સમયસર સ્ક્રિપ્ટ મળતી નથી અને મળે તો ખૂબ મોડે-મોડેથી મળે છે. એવી તો અનેક વસ્તુઓ હોય છે જે તકલીફ આપે છે, પરંતુ એ વખતે તમે શૂટિંગ કરતા હો છો. મેં એવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે જેમાં છેલ્લી ઘડીએ સ્ક્રિપ્ટ બદલાઈ ગઈ હતી. તમને એ વસ્તુ પસંદ નથી હોતી, પરંતુ તમારી પાસે અન્ય કોઈ પર્યાય નથી હોતો, કારણ કે આખું યુનિટ તમારી રાહ જોતું હોય છે. જે વસ્તુ કૉન્ટ્રૅક્ટમાં લખેલી હોય છે એ પ્રમાણે તો કામ નથી થતું. એ ખરેખર અઘરું હોય છે. લોકોને તો એ જોવું પણ ગમતું નથી. તેઓ મારી પાસે આવીને કહે છે કે તું આવી ફિલ્મ કેવી રીતે કરી શકે છે? કેટલાક ઍક્ટર્સને એવો અધિકાર કે તેમની પાસે એવી ક્ષમતા નથી હોતી કે તેઓ કોઈ પ્રોજેક્ટ છોડીને ચાલ્યા જાય અને કહે કે હું આવું નહીં કરી શકું.’


Whatsapp-channel Whatsapp-channel

18 April, 2023 03:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK