મુંબઈ પોલીસમાં એની ફરિયાદ પણ કરવામાં આવી છે
સલમાન ખાન
સલમાન ખાનને મારી નાખવાની ધમકી મળતાં હવે તેની આસપાસ ઘણી ગન્સ છે એવું તેનું કહેવુ છે. એને કારણે તે હવે ક્યાંય પણ એકલો ફરી નથી શકતો. મુંબઈ પોલીસમાં એની ફરિયાદ પણ કરવામાં આવી છે. તેને મુંબઈ પોલીસ દ્વારા Y+ કૅટેગરીની સિક્યૉરિટી આપવામાં આવી છે. એ વિશે સલમાને કહ્યું કે ‘અસલામતી કરતાં સલામતી અગત્યની છે. હા, સિક્યૉરિટી તો છે. હવે રસ્તા પર જઈને સાઇકલ નથી ચલાવી શકતો અને ક્યાંય એકલો નથી જઈ શકતો. સૌથી વધુ સમસ્યા તો એ છે કે હું જ્યારે ટ્રાફિકમાં હોઉં તો ત્યાં પણ સિક્યૉરિટી વધારે હોય છે. ગાડીઓને કારણે અન્ય લોકોને તકલીફ પડે છે. તેઓ મારી સામે જુએ છે. મને ધમકી મળી છે એથી સિક્યૉરિટી રાખવી પડી છે. મને જેમ કહેવામાં આવે છે હું એમ જ કરું છું. મારી વધુ કાળજી લેવાની હોય છે. હું બધે ઠેકાણે પૂરી સલામતી સાથે જાઉં છું. તમે કાંઈ પણ કરો પણ જે થવાનું છે એ થઈને જ રહેશે. હું ઉપરવાળા પર ભરોસો કરું છું. એનો અર્થ એમ નથી કે હું આઝાદ ફરી શકીશ. મારી આજુબાજુ એટલી ગન્સ છે કે હું પોતે હાલમાં તો ડરી જાઉં છું.’