વાણી કપૂરનું કહેવું છે કે તે હંમેશાંથી અજય દેવગનના કામની ફૅન રહી છે. તેઓ હવે ‘રેડ 2’માં સાથે કામ કરી રહ્યાં છે.
વાણી કપૂૂર
વાણી કપૂરનું કહેવું છે કે તે હંમેશાંથી અજય દેવગનના કામની ફૅન રહી છે. તેઓ હવે ‘રેડ 2’માં સાથે કામ કરી રહ્યાં છે. આ ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં ૬ જાન્યુઆરીથી શરૂ થયું છે. આ વિશે વાત કરતાં વાણી કપૂરે કહ્યું કે ‘દરેક ઍક્ટરનું એક લિસ્ટ હોય છે જેમાં તેઓ ક્રીએટિવ લોકો સાથે કામ કરવા માગતા હોય છે. હું હંમેશાંથી અજય દેવગનના કામની મોટી ફૅન રહી છું. તે કૅમેરાની સામે ખૂબ જ જોરદાર લાગે છે. તેમની ઘણી ફિલ્મો મને ખૂબ જ પસંદ છે. આથી અજય સર સાથે સ્ક્રીન શૅર કરવી મારા માટે સન્માનની વાત છે. તેમને આપણા દેશના બેસ્ટ ઍક્ટરમાંના એક તરીકે ઓળખવામાં આવે છે. તેમની સાથે સેટ પર કામ કરતી વખતે તેમને ઑબ્ઝર્વ કરી હું એક આર્ટિસ્ટ તરીકે વધુ સારી બની શકીશ. ‘રેડ’ એક ખૂબ જ સારી ફિલ્મ હતી અને અજય સર એમાં ખૂબ જ અદ્ભુત હતા. દેશભરના દર્શકોને એન્ટરટેઇનમેન્ટ પૂરી પાડનારી ખૂબ જ મોટી ફ્રૅન્ચાઇઝીમાં કામ કરવાનું મારું એક્સાઇટમેન્ટ હું નથી છુપાવી શકતી.’