Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મારી ધમનીમાં ૯૫ ટકા બ્લૉકેજિસ હતાં : સુસ્મિતા સેન

મારી ધમનીમાં ૯૫ ટકા બ્લૉકેજિસ હતાં : સુસ્મિતા સેન

Published : 06 March, 2023 04:30 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુસ્મિતા ‘આર્યા’ની ત્રીજી સીઝનમાં દેખાવાની છે.

સુસ્મિતા સેન

સુસ્મિતા સેન


સુસ્મિતા સેને જણાવ્યું કે તેની ધમનીમાં ૯૫ ટકા બ્લૉકેજિસ હતાં. તાજેતરમાં જ સુસ્મિતાએ સોશ્યલ મીડિયામાં પોતાને આવેલા હાર્ટ-અટૅક વિશે માહિતી આપી હતી. સાથે જ તેની ઍન્જિયોપ્લાસ્ટી પણ કરાવવી પડી હતી અને સ્ટેન્ટ પણ બેસાડવામાં આવી છે.  સુસ્મિતા ‘આર્યા’ની ત્રીજી સીઝનમાં દેખાવાની છે. સાથે જ તે શ્રી ગૌરી સાવંતની બાયોપિક ‘તાલી’માં ટ્રાન્સજેન્ડરના રોલમાં દેખાવાની છે. પોતાની હેલ્થ વિશે માહિતી આપતાં સુસ્મિતાએ કહ્યું કે ‘હું જાણું છું કે તમારામાંથી કેટલાય હવે જિમમાં જવાનું બંધ કરી દેશે અને કહેશે કે ‘એનાથી કોઈ ફાયદો નથી થતો.’ જોકે એવું નથી. એનાથી ઘણી મદદ મળે છે. હું જબરદસ્ત હાર્ટ-અટૅકમાંથી બચી છું. એ મોટો હતો કે જેમાં મારી મુખ્ય ધમનીમાં ૯૫ ટકા બ્લૉકેજિસ હતાં. હું એટલા માટે બચી ગઈ કેમ કે મારી લાઇફસ્ટાઇલ ઍક્ટિવ છે. એ રીતે હું ખૂબ નસીબદાર પણ છું. એનાથી મારી અંદર હવે કોઈ ડર નથી રહ્યો. ઊલટાનું હું હવે મારી જાતને પ્રૉમિસ કરવા માગું છું કે મારે લાઇફને લઈને વધુ આગળ વધવું જોઈએ. તમને જો નવું જીવન મળે તો તમારે એનો આદર કરવો જોઈએ અને કાળજી લેવી જોઈએ. તમારે એક્સરસાઇઝ કરવી જોઈએ અને મનોબળ મક્કમ બનાવવું જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

06 March, 2023 04:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK