નવાઝુદ્દીન સિદ્દીકીની મમ્મી પર તેની પત્નીએ આવા આરોપ લગાવ્યા
આલિયા સિદ્દીકી
આલિયા સિદ્દીકીએ તેના હસબન્ડ નવાઝુદ્દીન સિદ્દીકીની મમ્મી પર આરોપ લગાવતાં કહ્યું છે કે તેને પોતાના જ ઘરમાં કેદી જેવો એહસાસ થાય છે. નવાઝુદ્દીનના અંધેરીના બંગલોમાં આલિયા પાછી રહેવા આવી ગઈ છે અને આ વાત નવાઝુદ્દીનની મમ્મીને પસંદ નથી પડી રહી. નવાઝુદ્દીન સિદ્દીકીની મમ્મીએ આલિયા વિરુદ્ધ વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પોતાની સાથે થયેલી સતામણી વિશે આલિયાએ કહ્યું કે ‘મને કિચનમાં નથી જવા દેવામાં આવતી. મારે લિવિંગ રૂમમાં રાખેલા સોફાને મારો બેડ બનાવવો પડ્યો છે.
ADVERTISEMENT
મારા ફ્રેન્ડ્સને મારા માટે ફૂડ મોકલવાની મંજૂરી નથી. મને મકાનની બહાર નીકળતાં પણ ડર લાગે છે. ગેટ સુધી જવામાં પણ ડર લાગે છે કે કદાચ મારી પીઠ પાછળ મકાનના દરવાજા બંધ કરી દેવામાં આવે તો?’
આલિયા ઘણા સમયથી તેનાં બે બાળકો યાની અને શોરા સાથે દુબઈમાં રહેતી હતી. જોકે પાસપોર્ટમાં કોઈ ઇશ્યુ થતાં તેણે પાછા ભારત આવવું પડ્યું છે. એથી તે નવાઝુદ્દીનના બંગલોમાં આવીને રહે છે. તેનું કહેવું છે એ મકાન પર તેનો પણ પૂરો અધિકાર છે.
એ વિશે આલિયાએ કહ્યું કે ‘હું એક દાયકાથી નવાઝને ઓળખું છું. તે જ્યારે ફેમસ સ્ટાર નહોતો થયો ત્યારે મેં તેની સાથે લગ્ન કર્યાં હતાં. એથી તેની વાઇફ હોવાથી હું મારા પોતાના ઘરમાં કેમ ન રહું? ડિલિવરી એજન્ટ્સને મકાનમાં જવાની પરમિશન છે. મને કેદી જેવો એહસાસ થાય છે. મારી પાસે રહેવાની બીજી કોઈ વ્યવસ્થા નથી. હું એ મારા અધિકારને શું કામ જતો કરું?’