કોઈ ટૅગના ગુલામ નથી બનવું રાજકુમારને
રાજકુમાર રાવ
રાજકુમાર રાવને કોઈ ટૅગના ગુલામ નથી બનવું. એક કલાકાર હોવાથી તેને પોતાને કાચિંડાની જેમ બદલવાનું ગમે છે. તે હાલમાં ‘સ્ત્રી 2’ની સફળતાને માણી રહ્યો છે. રાજકુમારને કહેવામાં આવ્યું કે મોટા સ્ટાર્સ સાથે એક શબ્દ જોડાયેલો હોય છે. ઉદાહરણ તરીકે શાહરુખ ખાન સાથે પ્રેમ શબ્દ સંકળાયેલો છે. તો તને કયા શબ્દ સાથે જોડાવાનું ગમશે? એનો જવાબ આપતાં રાજકુમાર કહે છે, ‘હું એવી કોઈ જાળમાં ફસાવા નથી માગતો. મારે એના ગુલામ નથી બનવું. હું એક ઍક્ટર છું. મારે કાચિંડાની જેમ પોતાની જાતને બદલવાનું ગમે છે. હું પોતાની જાતને કોઈ બ્રૅન્ડમાં શું કામ પરિવર્તિત કરું? હું કોઈ પ્રોડક્ટ નથી, હું માણસ છું જે વસ્તુનો અનુભવ કરે છે અને એનાં ઇમોશન્સ વ્યક્ત કરે છે. આ એક આંતરિક પ્રક્રિયા છે. હું મારા પર્ફોર્મન્સ દ્વારા દર્શકોને આશ્ચર્યચકિત કરવા માગું છું. સાથે જ પોતાને પણ સરપ્રાઇઝ આપવા માગું છું.’