તેનું કહેવું છે કે જે કંઈ કહેવું હતું એ આ ફિલ્મમાં કહી ચૂક્યો છેતેનું કહેવું છે કે જે કંઈ કહેવું હતું એ આ ફિલ્મમાં કહી ચૂક્યો છે
ફરહાન અખ્તર
ફરહાન અખ્તર તેની ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’ની સીક્વલ નહીં બનાવે. તેની આ ફિલ્મ ૨૦૦૧માં રિલીઝ થઈ હતી. એની સીક્વલને લઈને તેને સતત સવાલ કરવામાં આવે છે. આ ફિલ્મની સ્ટોરી ત્રણ ફ્રેન્ડ્સ આમિર ખાન, અક્ષય ખન્ના અને સૈફ અલી ખાનની હતી. આ ફિલ્મ દ્વારા ફરહાને ડિરેક્શનની શરૂઆત કરી હતી. ફિલ્મની સીક્વલને લઈને તેનું કહેવું છે કે તેને એ ખૂબ ગમે છે કે લોકો આજે પણ આ ફિલ્મને આટલો પ્રેમ આપે છે. સીક્વલ પરના સવાલ વિશે ફરહાન કહે છે, ‘હું હંમેશાં એની પ્રશંસા કરું છું. મને ક્યારેય એનો જવાબ આપવામાં કંટાળો નથી આવતો. જોકે મને નથી લાગતું કે મારે ‘દિલ ચાહતા હૈ 2’ બનાવવી જોઈએ. એ ફિલ્મમાં જે કંઈ દેખાડવું હતું અને મારે જે કંઈ કહેવું હતું એ હું કહી ચૂક્યો છું. હવે એની સીક્વલ બનાવવી એટલે એની સ્ટોરીમાં કંઈક નવું ઉમેરવામાં આવે, પરંતુ મને એની જરૂર નથી લાગતી.’

