તે લાઇવ પર્ફોર્મન્સ માટે વર્લ્ડ ટૂર પર જવાનો છે
અક્ષય કુમાર
અક્ષયકુમારે જણાવ્યું છે કે તેને કોવિડ થયા બાદ તે હજી પણ સ્ટૅમિના મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે લાઇવ પર્ફોર્મન્સ માટે વર્લ્ડ ટૂર પર જવાનો છે. તેનું કહેવાનું છે કે ફિલ્મોમાં તો અનેક ટૅક્સ હોય છે, જ્યારે લાઇવ પર્ફોર્મન્સમાં સતત પર્ફોર્મ કરતા રહેવાનું હોય છે. એ વિશે અક્ષયકુમારે કહ્યું કે ‘તમને જણાવી દઉં કે જો તમે લાઇવ શો કરો તો એ તદ્દન અલગ હોય છે. ફિલ્મોમાં તમે અનેક ટૅક્સ લો છો. જ્યાં સુધી જોઈએ એવો શૉટ ન મળે તમે પ્રયાસ કર્યા કરો છો. ગીતોને પણ અલગ-અલગ ભાગમાં શૂટ કરવામાં આવે છે. એમાં પણ કટ્સ હોય છે. હું લાંબા શો કરવા માટે ટેવાયેલો છું. જો હું સ્ટેજ પર હોઉં તો હું ૩૫-૪૦ મિનિટ સુધી ત્યાંથી હટી ન શકું. થોડાં વર્ષ પહેલાં મને કોવિડ થયો હતો. એ ખૂબ હેવી હતો. એને કારણે મારી સ્ટ્રેંગ્થ અને સ્ટૅમિના ઘટી ગયાં છે. હું સતત શૂટિંગ કરું છું. જોકે એના માટે તમારે સ્ટૅમિનાની જરૂર નથી હોતી. તમારે સ્ટ્રૉન્ગ રહેવું પડે છે, પરંતુ સ્ટૅમિનાથી કોઈ ફરક નથી પડતો. શૂટિંગ તો ટુકડા-ટુકડામાં થાય છે. મને જ્યારે જાણ થઈ કે હું આ શોમાં કામ કરવાનો છું તો મેં એને એક ચૅલેન્જ તરીકે સ્વીકાર્યો. મેં મારા સ્ટૅમિના પર કામ કરવાની શરૂઆત કરી દીધી. ૩૫થી ૪૦ મિનિટ સતત પર્ફોર્મ કરવા માટે તમારે અતિશય સ્ટૅમિનાની જરૂર પડે છે. હું હજી પણ એને મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છું. આશા છે કે મને ધાર્યું પરિણામ મળી જશે.’