ફૅશનની દુનિયામાં ૩૪-૨૪-૩૪ સાઇઝને સૅમ્પલ સાઇઝ કહેવાય છે.
પ્રિયંકા ચોપડા
પ્રિયંકા ચોપડા જોનસને જ્યારે બૉડી શેમ કરવામાં આવી હતી ત્યારે તે નિક જોનસ પાસે જઈને ખૂબ જ રડી હતી. તેણે સાઉથ-વેસ્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી. તેણે ઍમેઝૉન સ્ટુડિયોઝની હેડ જેનિફર સલ્કે સાથે વાત કરી હતી. આ ઇવેન્ટમાં પ્રિયંકાએ કહ્યુ કે ‘મને ગઈ કાલે જ કોઈએ કહ્યું હતું કે હું સૅમ્પલ સાઇઝ નથી. ફૅશનની દુનિયામાં ૩૪-૨૪-૩૪ સાઇઝને સૅમ્પલ સાઇઝ કહેવાય છે. હું ખૂબ જ દુખી થઈ ગઈ હતી. મેં મારી ફૅમિલી સાથે વાત કરી હતી અને હું મારા પતિ અને મારી ટીમ સામે ખૂબ જ રડી પણ હતી. હું સૅમ્પલ સાઇઝ નથી એ જાણીને મને ખૂબ જ દુઃખ થયું હતું. અને એ જ પ્રૉબ્લેમ છે. આપણામાંથી મોટા ભાગના લોકો સૅમ્પલ સાઇઝ નથી. સૅમ્પલ સાઇઝ એટલે કે સાઇઝ 2. મને એવું ઘણી વાર કહેવામાં આવ્યું છે જે સાંભળવું પણ મુશ્કેલ છે. મારી જૉબમાં પ્રેશર ખૂબ જ ઇન્ટેન્સ છે અને એથી એની તમારા પર અસર થઈ રહી હોય એ પણ તમે નથી દેખાડી શકતા. એવું ઘણી વાર થયું છે કે મેં કંઈ કહ્યું હોય અને એને ઊંધી રીતે લેવામાં આવે. એને લઈને લોકો ગમે એવું મારા વિશે, મારી દીકરી વિશે, મારા ફૅમિલી-મેમ્બર્સ વિશે બોલે છે. મને લાગે છે કે તેઓ ઘણી વાર ભૂલી જાય છે કે અમે પણ મનુષ્ય છીએ. મને લાગે છે તમારે તમારી આસપાસ એવા લોકોને રાખવા જોઈએ જે તમને પ્રેમ કરે અને તમારી કાળજી લે. આવા લોકો રૂમ ભરીને તમારી પાસે હોવા જોઈએ એ જરૂરી નથી, તમે આંગળીના ટેરવે ગણી શકો એટલા પણ પૂરતા છે.’