સૈફ અલી ખાન ‘વિક્રમ વેધા’માં એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ વિક્રમના રોલમાં દેખાશે
સૈફ અલી ખાન
સૈફ અલી ખાનને લાગે છે કે તે કદાચ લેફ્ટ વિન્ગનો છે, પરંતુ સાથે તે એમ પણ માને છે કે તેણે આવું ન કહેવું જોઈએ. તે ‘વિક્રમ વેધા’માં એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ વિક્રમના રોલમાં દેખાશે. તો હૃતિક રોશન ગૅન્ગસ્ટર વેધાના પાત્રમાં જોવા મળવાનો છે. ફિલ્મના રોલ વિશે સૈફ અલી ખાને કહ્યું કે ‘માફિયાનો પ્રૉબ્લેમ જ્યારે નિયંત્રણ બહાર જાય છે ત્યારે ક્રિમિનલ ખરેખર નાસવાનો પ્રયાસ કરી રહ્યો હતો એથી તેને શૂટ કરવામાં આવ્યો હતો એવુ દેખાડવામાં આવે છે. પેપર પર પણ એમ દેખાડવામાં આવે છે કે તે ભાગવાનો પ્રયાસ કરતો હતો એથી તેને ઠાર કરવામાં આવ્યો. એને ‘ફેક એન્કાઉન્ટર’ કહેવામાં આવે છે. એ પૂરી રીતે ગેરકાયદે છે. જોકે સિનેમાની દૃષ્ટિએ એ હચમચાવી નાખે છે. ફિલ્મમાં મારું કૅરૅક્ટર આવું છે. જોકે તે સારો માણસ છે. એથી હું કદાચ લેફ્ટ વિન્ગની ફિલોસૉફીમાં માનું છું. કદાચ મારે આવું ન પણ બોલવું જોઈએ.’

