Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હું તો હજી માત્ર ૩૦ વર્ષનો હોવાથી મારી ફિલ્મનું નામ ‘જવાન’ છે : શાહરુખ ખાન

હું તો હજી માત્ર ૩૦ વર્ષનો હોવાથી મારી ફિલ્મનું નામ ‘જવાન’ છે : શાહરુખ ખાન

Published : 21 February, 2023 04:20 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તે ૫૭ વર્ષનો નથી દેખાતો એવું કહેવામાં આવતાં તેણે મસ્તીના મૂડમાં એક ચાહકને આવો જવાબ આપ્યો

શાહરુખ ખાન

શાહરુખ ખાન


શાહરુખ ખાને હાલમાં જ તેની ​ફિલ્મનું નામ કેમ ‘જવાન’ રાખ્યું છે એ વિશે જણાવ્યું છે. આ ફિલ્મ સાઉથના ફિલ્મમેકર એટલીની છે, જેમાં તેની સાથે નયનતારા અને વિજય સેતુપતિની સાથે સ્પેશ્યલ અપીરન્સમાં વિજય થલપતિ અને અલ્લુ અર્જુન પણ જોવા મળશે એવી ચર્ચા છે. શાહરુખની ‘પઠાન’ બૉક્સ-ઑફિસ પર હજી પણ ખૂબ જ ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મને હજી પણ તે સોશ્યલ મીડિયા પર પ્રમોટ કરી રહ્યો છે. આ ફિલ્મના પ્રમોશન દરમ્યાન એક ફૅને તેનો ફોટો શૅર કરીને ટ્વીટ કર્યું હતું કે ‘ખાન સા’બ આપકે ખિલાફ એફઆઇઆર ફાઇલ કર રહા હૂં. યે બંદા બહોત જૂઠ બોલતા હૈ કિ યે ૫૭ સાલ કા હૈ.’


ટ્વીટનો જવાબ આપતાં શાહરુખે ટ્વીટ કર્યું હતું કે ‘મહેરબાની કરીને એવું ન કરતો. ઠીક હૈ મૈં હી માન જાતા હૂં કિ મેં ૩૦ સાલ કા હૂં. મેં હવે તને સાચું કહી દીધું. આ જ કારણ પણ છે કે મારી આગામી ફિલ્મનું નામ ‘જવાન’ છે.’



આ સાથે જ તેણે ‘જવાન’ અને ‘ડંકી’ બાદ તેની બુક પર કામ ફરી શરૂ કરવાનું તેના ફૅન્સને પ્રૉમિસ આપ્યું છે. એક ચાહકે તેને પૂછ્યું હતું કે તે કંઈ ન કરતો હોય ત્યારે શેમાં પોતાને વ્યસ્ત રાખે છે. આ વિશે શાહરુખે કહ્યું કે ‘હું કંઈ ન કરવા પાછળ પણ ઘણો ટાઇમ પસાર કરું છું. એનાથી મારું માઇન્ડ ક્લિયર થાય છે કે મારે ત્યાર બાદ શું કરવાનું છે. જે કંઈ નથી કરતા એ લોકો કમાલ કરે છે.’


હું ઍક્ટિંગમાંથી ક્યારેય રિટાયર નહીં થાઉં. મને લોકોએ કાઢી મૂકવો પડશે. જોકે ત્યાર બાદ પણ એનાથી વધુ હૉટ બનીને ફરી પાછો આવીશ. - શાહરુખ ખાન

આઠ વર્ષ બાદ પહેલી વાર બંગલાદેશમાં કોઈ હિન્દી ફિલ્મ રિલીઝ થઈ રહી છે અને એ શાહરુખ ખાનની ‘પઠાન’ છે. આ પહેલાં ૨૦૧૫માં સલમાન ખાનની ૨૦૦૯માં આવેલી ‘વૉન્ટેડ’ને રિલીઝ કરવામાં આવી હતી.

515.67
રવિવાર સુધીમાં દરેક ભાષામાં ‘પઠાન’એ કર્યો આટલા કરોડ રૂપિયાનો બિઝનેસ


Whatsapp-channel Whatsapp-channel

21 February, 2023 04:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK