સુનીલ શેટ્ટીની દીકરી અથિયા શેટ્ટીનાં લગ્ન જાન્યુઆરીમાં તેમના ખંડાલાના ફાર્મહાઉસમાં થયાં હતાં
સુનિલ શેટ્ટી, કેએલ રાહુલ અને અથિયા શેટ્ટી
સુનીલ શેટ્ટીનું કહેવું છે કે તેને જમાઈ તરીકે ક્રિકેટર કે. એલ. રાહુલ જેવો સારો દીકરો મેળવીને ગર્વ થાય છે. સુનીલ શેટ્ટીની દીકરી અથિયા શેટ્ટીનાં લગ્ન જાન્યુઆરીમાં તેમના ખંડાલાના ફાર્મહાઉસમાં થયાં હતાં. કે. એલ. રાહુલ પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કરતાં સુનીલ શેટ્ટીએ કહ્યું કે ‘હું ઉત્સુક થઈ જાઉં છું કેમ કે મારો દીકરો ક્રિકેટ રમતો હોય છે. હું તેના અને દરેક ક્રિકેટર માટે સારું વિચારું છું. તમારું બાળક જ્યારે કપરા સમયમાંથી પસાર થતું હોય તો તેના કરતાં તમે વધુ ચિંતિત બની જાઓ છો કેમ કે તે તો તેના ફીલ્ડમાં માસ્ટર છે, પરંતુ તમે નથી. તમે તેને એક પિતા તરીકે જુઓ છો. જોકે તે જ્યારે ફીનિક્સની જેમ ઊંચી ઉડાન ભરે છે ત્યારે તમને લાગે છે આ પ્રેરણાદાયી છે. આ રીતે તેઓ ટીમના ટફ યુવાનો બને છે. હું એક ગર્વ અનુભવતો પિતા છું. અથિયા અને અહાન નસીબદાર છે કે તેમને રાહુલ પાસેથી શીખવા મળશે. તે શાંત, ધીરજવાળો અને સન્માનનીય છે. મને નથી લાગતું કે આનાથી સારો દીકરો હોઈ શકે.’