તે આ ફિલ્મમાં નવાઝુદ્દીન સાથે આઇટમ સૉન્ગમાં જોવા મળશે.
નિકી તંબોલી
નિકી તંબોલીનું કહેવું છે કે નવાઝુદ્દીન સિદ્દીકી સાથે ‘જોગીરા સારા રા રા’માં કામ કરવું તેના માટે નસીબની વાત છે. આ એક ફૅમિલી કૉમેડી છે. તે આ ફિલ્મમાં નવાઝુદ્દીન સાથે આઇટમ સૉન્ગમાં જોવા મળશે. આ ગીતમાં નવાઝુદ્દીન પણ ડાન્સ કરતો દેખાશે. નવાઝુદ્દીનની સાથે મિથુન ચક્રવર્તી અને મિમો ચક્રવર્તી પણ જોવા મળશે. નિકીએ તેલુગુ ફિલ્મ ‘ચિકાતી ગડિલો ચિતકોટુડુ’ દ્વારા ઍક્ટિંગની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેણે તામિલ ફિલ્મ ‘કંચના 3’માં પણ કામ કર્યું હતું. તે ‘બિગ બૉસ 14’માં પણ જોવા મળી હતી અને તેણે ‘ખતરોં કે ખિલાડી 11’માં પણ ભાગ લીધો હતો. નવાઝુદ્દીન સાથે કામ કરવા વિશે વાત કરતાં નિકીએ કહ્યું કે ‘હું ખૂબ જ ઉત્સાહી છું. નવાઝુદ્દીન સિદ્દીકી સાથે કામ કરવાનો અનુભવ ખૂબ જ સારો રહ્યો હતો. નવાઝ સર સાથે સ્ક્રીન શૅર કરવી એ મારી બૉલીવુડની કરીઅર માટે ખૂબ જ મોટી વાત છે. આ ગીત એકદમ કૅચી છે. મને આશા છે કે મારા ફૅન્સને એ પસંદ પડશે.’