રજનીશ દુગ્ગલે જણાવ્યું કે તે કરીઅરમાં વિવિધ ઍવન્યુ શોધી રહ્યો છે.
રજનીશ દુગ્ગલ
રજનીશ દુગ્ગલે જણાવ્યું કે તે કરીઅરમાં વિવિધ ઍવન્યુ શોધી રહ્યો છે. વિક્રમ ભટ્ટની ફિલ્મ ‘1920’થી રજનીશે ઍક્ટિંગની શરૂઆત કરી હતી. તે વેબ-સિરીઝ ‘વિડિયોકૅમ સ્કૅમ’માં દેખાવાનો છે. એને વૈભવ ખિસ્તીએ ડિરેક્ટ કરી છે. સિરીઝની સ્ટોરી રિયલ લાઇફ પર આધારિત છે. એ શોમાં તેની સાથે અમ્રિતા ખાનવિલકર, ફરનાઝ શેટ્ટી, કુંજ આનંદ, આરાધના શર્મા અને પ્રીતમ સિંહ પણ જોવા મળશે. વેબ-સિરીઝ વિશે રજનીશ દુગ્ગલે કહ્યું કે ‘એની સ્ટોરી ઇન્દોરની છે. આ સ્ટોરીની ખાસ વાત એ છે કે એ સ્કૅમ પર છે અને એને કારણે અનેક લોકો પર એની અસર પડી હતી. વેબ-સિરીઝ રિયલ સ્ટોરી પર આધારિત હોય એ હંમેશાં લોકોને આકર્ષિત કરે છે. હું હાલમાં વિવિધ ઍવન્યુ એક્સ્પ્લોર કરી રહ્યો છું. હું જે પ્રકારનું કામ કરવા માગું છું એની પસંદગી કરું છું. વેબ-સિરીઝ અને શૉર્ટ ફિલ્મ્સ વાસ્તવમાં ખૂબ આગળ વધી રહી છે. દર્શકોને પણ નવા કન્ટેન્ટ જોવાનું ગમી રહ્યું છે. દરેકની કરીઅરમાં યોગ્ય તક આવે એ અગત્યનું હોય છે.’

