રાજકુમાર હીરાણીનું કહેવું છે કે ‘મુન્નાભાઈ 3’ બનાવવી છે, પરંતુ એનો સમય ક્યારે આવશે એની હજી પણ તેને ખબર નથી.
ફાઈલ ફોટો
રાજકુમાર હીરાણીનું કહેવું છે કે ‘મુન્નાભાઈ 3’ બનાવવી છે, પરંતુ એનો સમય ક્યારે આવશે એની હજી પણ તેને ખબર નથી. આ સિરીઝમાં ‘મુન્નાભાઈ એમબીબીએસ’ અને ‘લગે રહો મુન્નાભાઈ’નો સમાવેશ છે. સંજય દત્ત અને અર્શદ વારસીની જોડીને ફિલ્મમાં ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી અને એની હવે દરેક લોકો રાહ જોઈ રહ્યા છે. એ વિશે પૂછતાં રાજકુમાર હીરાણીએ કહ્યું કે ‘મુન્નાભાઈ 3 સાથે હંમેશાં મારી એ સ્ટ્રગલ રહી છે કે પહેલી બે ફિલ્મ ખૂબ સારી બની છે. મારી પાસે પાંચ અડધી સ્ક્રિપ્ટ છે. મારું માનવું છે કે હું પહેલી બે ફિલ્મના લેવલ જેવી સ્ક્રિપ્ટ પર ન પહોંચી શકું તો હું ત્રીજી ફિલ્મ નહીં બનાવી શકું. મારી પાસે એક એવી સ્ક્રિપ્ટ છે જેના પરથી ફિલ્મ બનાવી શકાય, પરંતુ સમયની સાથે સ્ટોરી જૂની થઈ જાય છે એથી સમય જ કહેશે એ તો. મારી સંજય દત્ત સાથે હંમેશાં વાત થતી રહે છે. તે કહે છે કે ફિલ્મ બનાવવી જોઈએ. હાલમાં જ ‘ડંકી’ રિલીઝ થઈ છે. હવે જૂની સ્ટોરીઓનો પેટારો ખોલીશ. વિચાર તો છે કે એક મુન્નાભાઈ બનાવવી છે, પરંતુ ક્યારે એની મને ખબર નથી.’

