હુમા કહે છે, ‘‘ગુલાબી’માં કામ કરવાની ખૂબ મજા આવી. પાવરફુલ સ્ટોરી મને સ્પર્શી ગઈ છે
હુમા કુરેશી
હુમા કુરેશી ‘ગુલાબી’નું શૂટિંગ અમદાવાદમાં કરી રહી હતી. ફિલ્મની અગત્યની સીક્વન્સ માટે ગામડાના લગભગ ૩૦૦ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. અમદાવાદના અંતરિયાળ વિસ્તારમાં એનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. આટલા લોકો સાથે શૂટિંગ કરવું થોડું અઘરું હોય છે, પરંતુ ટીમે ખૂબ સહજતાથી બધું મૅનેજ કરી લીધું હતું. આ ફિલ્મ રિયલ લાઇફ મહિલા રિક્ષા-ડ્રાઇવરના જીવન પર આધારિત છે. એ ભૂમિકાને હુમા સાકાર કરવાની છે. ફિલ્મને લઈને ઇમોશન્સ વ્યક્ત કરતાં હુમા કહે છે, ‘‘ગુલાબી’માં કામ કરવાની ખૂબ મજા આવી. પાવરફુલ સ્ટોરી મને સ્પર્શી ગઈ છે. આ સ્ટોરીને દિલથી બનાવવામાં આવી છે.’

