ફિલ્મની સ્ટોરી પિતા અને દીકરીની છે. રાજસ્થાનના નાના શહેરમાં રહેતી રૂહીની છે
હુમા કુરેશી
હુમા કુરેશી આગામી ફિલ્મ ‘બયાન’નું શૂટિંગ રાજસ્થાનમાં શરૂ કરવાની છે. ફિલ્મમાં તેની સાથે ચંદ્રચૂડ સિંહ, સચિન ખેડેકર, વિભોર મયંક અને પ્રીતિ શુક્લા લીડ રોલમાં દેખાશે. ફિલ્મની સ્ટોરી પિતા અને દીકરીની છે. રાજસ્થાનના નાના શહેરમાં રહેતી રૂહીની છે, જે એક ડિટેક્ટિવ છે. તેને કેવા પ્રકારની સમસ્યા નડે છે એ દેખાડવામાં આવશે. ડિરેક્ટરે જણાવ્યું કે અમે એક એવી ફિલ્મ બનાવવાના છીએ, જે લોકોને કનેક્ટ કરશે. એક એવી સ્ટોરી છે જે સૌના દિલોને સ્પર્શી જશે. સાથે જ તેણે ફિલ્મના કલાકારોની પણ પ્રશંસા કરી છે. ફિલ્મના કલાકારો સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને હુમાએ કૅપ્શન આપી, ‘ફિલ્મ ‘બયાન’ને લઈને હું એક્સાઇટેડ છું. આ એક રૅર કૉમ્બિનેશન છે કે જેની ફૅન્ટૅસ્ટિક સ્ક્રિપ્ટ છે, ટૅલન્ટેડ ક્રૂ અને કામનું સમર્પણ જોવા મળ્યું છે. તેમની એનર્જી ઇન્ફેક્શસ છે.’
ADVERTISEMENT

