'હમ સાથ સાથ હૈ' ફિલ્મમાં સોનાલી અને તબુના બદલે જોવા મળી હોત આ એક્ટ્રેસ
'હમ સાથ સાથ હૈ'
બૉલીવુડ ઈન્ડસ્ટ્રીમાં ઘણી એવી ફિલ્મો છે, જે લોકોને ઘણી પસંદ આવે છે. તેઓ એ ફિલ્મોને વારંવાર જોવાનું પસંદ કરે છે. ખાસ વાત એ છે કે તે ફિલ્મોને રિલીઝ થયાને ઘણા દાયકા થયા છે, પણ આજે પણ લોકો એવી ફિલ્મોને જોવા માંગે છે અને તેમને તે ફિલ્મો ઘણી ગમે છે. આ ફિલ્મોમાં સૂરજ બડજાત્યાની ફિલ્મ હમ સાથ સાથ હૈનું પણ નામ સામેલ છે. જે રિલીઝ થઈને 21 વર્ષ થઈ ગયા છે. ફિલ્મ વર્ષ 21 વર્ષ પહેલા 5 નવેમ્બરના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ તમને પણ યાદ રહેશે અને આ મલ્ટી સ્ટારર ફિલ્મમાં સલમાન ખાન, સોનાલી બેન્દ્રે, સૈફ અલી ખાન, કરિશ્મા કપૂર, તબુ જેવા ઘણા સ્ટાર્સ જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં ઘણા સ્ટાર્સ હતા, જેના લીધે આ ફિલ્મ ઘણી પસંદ કરવામાં આવી હતી.
પરંતુ શું તમે જાણો છો કે આ ફિલ્મમાં આ સ્ટાર્સની સાથે માધુરી દીક્ષિત અને રવીના ટંડનનો પણ અપ્રોચ કરવામાં આવ્યો હતો, જેમણે ફિલ્મ કરવાની ના પાડી હતી. એવું કહેવામાં આવે છે કે સૌથી મોટી ભાભીની ભૂમિકા માટે માધુરી દીક્ષિતનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ આ વાત બની શકી નહીં. એની પાછળનું કારણે એવું માનવામાં આવે છે કે એક્ટ્રેસ મોહનિશ બહલ સાથે રોલ ભજવવા માંગતી નહોતી અને સલમાન ખાન- સૈફ અલી ખાનની ભાભીના રૂપમાં પોતાને જોવા માંગતી નહોતી. હકીકતમાં, આ ફિલ્મ પહેલા માધુરી દીક્ષિતે આ એક્ટર સાથે રોમાન્ટિક ફિલ્મો પણ કરી છે.
ADVERTISEMENT
બીજી બાજુ, જો આપણે રવીના ટંડનની વાત કરીએ, તો અભિનેત્રી સલમાન ખાનના રોમાન્ટિક રોલ માટે ફર્સ્ટ ચોઈસ હતી, પરંતુ તેણે આ ફિલ્મ એટલા માટે નકારી હતી કે કારણકે એનું માનવું હતું કે મલ્ટી સ્ટારર ફિલ્મ તેની કારર્કિદી માટે સારી નથી. હકીકતમાં એક્ટ્રેસ મલ્ટી સ્ટારર ફિલ્મ કરવાના પક્ષમાં નહોતી. રવીનાના ઈન્કાર બાદ સોનાલી બેન્દ્રેને આ રોલનો ફાયદો મળ્યો અને તેની જગ્યાએ કાસ્ટ કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે દરેકને સોનાલી અને સલમાન ખાનની જોડી ઘણી પસંદ આવી હતી.

