કંગના રણોત કેસમાં ક્રાઇમ બ્રાન્ચ સામે કાલે નિવેદન નોંધાવશે હ્રિતિક રોશન
કંગના રણોત કેસમાં ક્રાઇમ બ્રાન્ચ સામે કાલે નિવેદન નોંધાવશે હ્રિતિક રોશન
મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે કંગના રણોત સાથે ચાલતા કેસમાં હ્રિતિક રોશનને પોતાનું નિવેદન નોંધાવવા માટે શનિવારે સવારે 11 વાગ્યે બોલાવ્યા છે. 2016માં ઇ-મેલને લઈને હ્રિતિકે કંગના વિરુદ્ધ એક કેસ નોંધાવ્યો હતો.
એએનઆઇના રિપૉર્ટ પ્રમાણે, હ્રિતિકે દાવો કર્યો હતો કે કોઇક ડુપ્લિકેટ ઇ-મેઇલ આઇડી પરથી તેના નામે કંગનાને મેઇલ મોકલી રહ્યું હતું. આ અંગે કંગનાએ દાવો કર્યો હતો કે તે ઇ-મેઇલ આઇડી તેને હ્રિતિક દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી અને બન્ને તે મેઇલ આઇડી પર 2014થી વાત કરી રહ્યા હતા. ઇ-મેઇલ કહેવાતી રીતે 2013-14માં મોકલવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
આ રિપૉર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2016માં કંગનાએ હ્રિતિકને સિલી એક્સ કહ્યું હતું, જેના પછી હ્રિતિકે તેને એક લીગલ નોટિસ મોકલી હતી. હ્રિતિકે કંગના સાથે કોઇપણ પ્રકારના સંબંધો હોવાનું નકાર્યું હતું. જણાવવાનું કે, કંગનાએ હ્રિતિક સાથે ક્રિશ 3 અને કાઇટ્સમાં કામ કર્યું હતું. કંગનાએ આરોપ મૂક્યો હતો કે હ્રિતિક તરફથી સેંકડો મેઇલ મોકલીને તેને પરેશાન કરવામાં આવે છે. પોલીસે કંગનાનું નિવેદન પણ નોંધ્યું હતું. શરૂઆતની તપાસમાં સામે આવ્યું કે ઇ-મેઇલ કંગનાની મેલ આઇડી પરથી મોકલવામાં આવ્યા હતા, જો કે, હ્રિતિકને ઇ-મેઇલ મોકલવાની વાત ખોટી જણાવી હતી.
2016માં સાઇબર સેલે હ્રિતિકના લેપટૉપ અને મોબાઇલ ફોન પણ તપાસ માટે જપ્ત કરી લીધા હતા. 2020માં હ્રિતિકના લૉયર મહેશ જેઠમલાનીની રિક્વેસ્ટ પર આ મામલો મુંબઇ પોલીસના સાઇબર સેલમાંથી ક્રિમિનલ ઇન્ટેલીજેન્સ યૂનિટને સ્થળાંતરિત કરી દેવામાં આવ્યો હતો.
ફિલ્મની વાત કરીએ તો કંગના રણોતની બે ફિલ્મની રિલીઝ ડેટ નક્કી થઈ ગઈ છે. કંગનાની સ્પાઇ-થ્રિલર ધાકડ પહેલી ઑક્ટોબરના રિલીઝ થશે. તો જયલલિતાની બાયોપિક થલાઇવી 23 એપ્રિલના રિલીઝ થવાની છે. કંગના હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે અને દેશ તેમજ સમાજ સાથે જોડાયેલા મુદ્દા પર ટિપ્પણી પણ કરતી રહે છે. કંગનાના કેટલાક ટ્વીટ્સ પર વિવાદ પણ ઘણાં થયા છે.

