હૃતિક રોશને દીકરાને ૧૯મી વર્ષગાંઠે આપી મહત્ત્વની લાઇફ ટિપ્સ
હૃતિક રોશનના મોટા દીકરાના રેહાન રોશન
28 માર્ચે બૉલીવુડના સુપરસ્ટાર હૃતિક રોશનના મોટા દીકરાના રેહાન રોશનની ૧૯મી વર્ષગાંઠ હતી. આ દિવસે હૃતિકે સોશ્યલ મીડિયામાં પોતાના દીકરાની તસવીરની સાથે સાથે એક ઇમોશનલ નૉટ શૅર કરી છે જેમાં હૃતિકે દીકરાને જન્મદિવસની શુભેચ્છા તો આપી જ છે પણ સાથે સાથે એમ પણ કહ્યું છે કે તે રેહાનથી વધારે ઇન્ટરેસ્ટિંગ વ્યક્તિને હજી સુધી નથી મળ્યો. આ દિવસે હૃતિકે દીકરાને જીવનની કેટલીક મહત્ત્વની ટિપ્સ પણ આપી છે. આ પોસ્ટ પર હૃતિકની ઍક્સ વાઇફ સુઝાને પણ કમેન્ટ કરી છે.
હૃતિકે દીકરા રેહાનની તસવીર શૅર કરીને લખ્યું છે, ‘હું તને પ્રેમ કરુ છું, પણ એટલા માટે નહીં કે તું અદ્ભુત છે પણ હું તને એટલા માટે પ્રેમ કરું છું કારણ કે તારું અસ્તિત્વ છે. હું જીવનમાં ઘણા લોકોને મળ્યો છું પણ મને તારા જેટલી રસપ્રદ વ્યક્તિ હજી સુધી નથી મળી. જેમ જેમ તું આ દુનિયામાં આગળ વધીશ તેમ તેમ તને અહેસાસ થશે કે તે એવું કંઇ પણ નથી જે કરીને તું મારો પહેલાં કરતાં વધારે પ્રેમ મેળવી શકીશ. કોઇ પણ સફળતા કે પછી કોઇ પણ ભૂલ મારી નજરમાં તારું મહત્ત્વ ઘટાડી નહીં શકે. એટલે જ આગળ વધો અને સંપૂર્ણ ત્યાગ, સહજતા તેમજ સરળતાથી જાત સાથે જોડાયેલા રહો. તારા વ્યક્તિત્વનું ઊંડાણ તને બહુ ઉપર લઇ જશે.’

