Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ડૅડી સાથે કિસિંગ સીન વિશે કેવી રીતે ચર્ચા કરી શકું? : સની દેઓલ

ડૅડી સાથે કિસિંગ સીન વિશે કેવી રીતે ચર્ચા કરી શકું? : સની દેઓલ

Published : 08 August, 2023 06:29 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’માં ધર્મેન્દ્ર અને શબાના આઝમીના કિસિંગ સીન વિશે સની દેઓલે કોઈ ચર્ચા નથી કરી.Sunny Deol did not discuss Dharmendra and Shabana Azmi`s kissing scene in `Rocky Aur Rani Ki Prem Kahani`.

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’માં ધર્મેન્દ્ર અને શબાના આઝમીના કિસિંગ સીન વિશે સની દેઓલે કોઈ ચર્ચા નથી કરી. એ વિશે પૂછતાં પણ તે અચકાય છે. ધર્મેન્દ્ર અને શબાના આઝમીના કિસિંગ સીનની ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. એ વિશે પૂછવામાં આવતાં સની દેઓલે કહ્યું કે ‘મારા ડૅડી કાંઈ પણ કરી શકે છે અને તેઓ જ એકમાત્ર એવા ઍક્ટર છે. આવું અત્યાર સુધી કોણે કર્યું છે? મેં તો હજી સુધી એવું જોયું નથી. મેં માત્ર એ સીન વિશે સાંભળ્યું છે. મેં એ ફિલ્મ નથી જોઈ. હું તો ફિલ્મો પણ નથી જોતો. હું પોતાની ફિલ્મો પણ ઘણી વખત નથી જોતો. એ સીન વિશે મારા ડૅડી સાથે કઈ રીતે વાત કરું? તેમની પર્સનાલિટી જ એવી છે કે તેઓ કાંઈ પણ કરી શકે છે. એનું કારણ છે તેમની માણસાઈ અને પ્રામાણિકતા.’


Whatsapp-channel Whatsapp-channel

08 August, 2023 06:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK