પ્રોડ્યુસર-ડિરેક્ટર ઉપરાંત હાઉસફુલ 5નાં ૧૮ ઍક્ટરોનો કાફલો એકસાથે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
‘હાઉસફુલ 5’માં કેટલા બધા ઍક્ટરો કામ કરી રહ્યા છે એ દેખાડતો ગ્રુપ-ફોટો ગઈ કાલે આ ફિલ્મના મેકર્સે સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો. કોઈ પણ ફિલ્મના કલાકારોનો આવો ભેગો ફોટો આ પહેલાં તમે જોયો નહીં હોય. બૉલીવુડની આ પહેલી ફિલ્મ-સિરીઝ છે જેનો પાંચમો ભાગ આવી રહ્યો છે. સાજિદ નડિયાદવાલા દ્વારા નિર્મિત અને તરુણ મનસુખાની દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ આવતા વર્ષે છઠ્ઠી જૂને રિલીઝ થવાની છે. ફિલ્મમાં અક્ષયકુમાર, સંજય દત્ત, અભિષેક બચ્ચન, રિતેશ દેશમુખ, નાના પાટેકર, જૅકી શ્રોફ, જૅકલિન ફર્નાન્ડિસ, ચંકી પાંડે, ફરદીન ખાન, નરગિસ ફખરી, ચિત્રાંગદા સિંહ, ડિનો મોરિયા, રણજિત, સોનમ બાજવા, જૉની લીવર, શ્રેયસ તલપડે, નિકિતન ધીર, સૌંદર્યા શર્મા જોવા મળશે. આ ફોટોમાં નિર્માતા-દિગ્દર્શક સાથે આ તમામ કલાકારો છે.