નોરાનું માનવું છે કે ફીમેલને સ્ટન્ટ કરતી દેખાડવામાં આવે એવા રોલ તેના માટે લખવામાં આવે.
નોરા ફતેહી
નોરા ફતેહી ‘ક્રૅક’ ફિલ્મમાં સ્ટન્ટ કરતી જોવા મળવાની છે. એમાં તેની સાથે વિદ્યુત જામવાલ અને અર્જુન રામપાલ પણ જોવા મળશે. નોરાનું માનવું છે કે ફીમેલને સ્ટન્ટ કરતી દેખાડવામાં આવે એવા રોલ તેના માટે લખવામાં આવે. નોરાએ ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ અને ‘ભુજ : ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા’માં કામ કર્યું છે. તેનું કહેવુ છે કે ડાન્સની જેમ ઍક્શન સીક્વન્સને પણ કોરિયોગ્રાફ કરવા પડે છે. એ વિશે નોરાએ કહ્યું કે ‘એક ડાન્સર તરીકે તમે એક ઍથ્લીટ જેવા હો છો. ફિઝિકલી અમે અમારી બૉડીઝને જે પ્રકારે ઢાળીએ છીએ એ ક્રેઝી છે. એ જ વસ્તુ તમે ડાન્સ અને ઍક્શન કરતી વખતે કરો છો. ઍક્શન ડિરેક્ટર જ્યારે કોઈ સીન બનાવે છે તો તમારે ચોક્કસ કોરિયોગ્રાફીને ફૉલો કરવી પડે છે. મને એવું લાગે છે કે એક ડાન્સર તરીકે ઍક્શનમાં મને મદદ મળી છે. અર્જુન અને વિદ્યુતે શાનદાર ઍક્શન કરી છે. મારી પણ ઍક્શન સીક્વન્સ છે, પરંતુ તેમની સરખામણીએ ન આવી શકે. મને એક જ આશા છે કે એક દિવસ એવો આવે જ્યારે રાઇટર્સ ફીમેલ માટે આવા સ્ટન્ટ્સ કરતા રોલ્સ લખે. હું એવા રોલ કરવા માટે તૈયાર છું.’
‘ક્રૅક’ને આદિત્ય દત્તે ડિરેક્ટ કરી છે. તેનું એવું કહેવું છે કે ઇન્ડસ્ટ્રીની બહારથી આવેલા લોકોને કામ મેળવવામાં ખૂબ સ્ટ્રગલ કરવી પડે છે અને તેમને મોટા બજેટની ફિલ્મો નથી મળતી. એ વિશે નોરાએ કહ્યું કે ‘આપણે બધા જાણીએ છીએ કે આઉટસાઇડર્સને લઈને છેલ્લાં થોડાં વર્ષોથી ચર્ચા ચાલે છે. તેમને કેટલાક ચોક્કસ પ્રોજેક્ટમાં નથી લેવામાં આવતા અને કેટલાક ફિલ્મમેકર્સ તેમને મોટા બજેટની ફિલ્મમાં પણ ચાન્સ નથી આપતા. વિદ્યુત અને આદિત્ય સરે કેટલાક સેલ્ફ-મેડ ઍક્ટર્સ અને આઉટસાઇડર્સને આ મોટા બજેટની ફિલ્મમાં ચાન્સ આપ્યો છે.’

