Honey Singhના પક્ષમાં આવ્યો કોર્ટનો નિર્ણય, કોન્સર્ટમાં ભાગ લેવાની છૂટ
હની સિંહ
છેલ્લા ઘણા સમયથી રેપર સિંગર હની સિંહ વિવાદનું કેન્દ્ર બન્યો હતો. તેના એક ગીતના શબ્દોને કારણે તેના પર કેસ ચાલી રહ્યો હતો. પણ નાગપુર કોર્ટે હની સિંહની ફેવરમાં નિર્ણય આપ્યો હતો અને તેને વિદેશમાં આયોજીત શોમાં ગાવાની પરવાનગી આપી દીધી છે. હની સિંહના વકીલે કોર્ટમાં અરજી આપી હતી કે તેના અરજીકર્તા કેટલાય સંગીતના કાર્યક્રમ વિદેશમાં પેન્ડિંગ છે, તેથી તેને વિદેશ જવાની પરવાનગી આપવામાં આવે. કોર્ટે આ અરજીનો સ્વીકાર કર્યો છે.
રેપર હની સિંહ પોતાના એક ગીતના શબ્દોને લઇને 2015માં વિવાદોમાં સંપડાયો હતો. તેના પછી તેના પર આઇપીસી ધારાઓ અને આઇટી એક્ટ હેઠળ કેસ નોંધાવવામાં આવ્યો. મામલે ઘણાં સમયથી સુનવણી ચાલી રહી હતી. આ મામલે કોર્ટમાંથી તેને બેલ મળી ગઈ હતી. પણ શરત હતી તે કોર્ટની પરવાનગી વિના વિદેશગમન નહીં કરી શકે.
ADVERTISEMENT
માહિતી પ્રમાણે બેલ મળવાની શરતોમાં એ શરત પણ સામેલ હતી કે 36 વર્ષના ગાયક હની સિંહ ઉર્ફે હિરદેશ સિંહ કોર્ટની પરવાનગી વિના વિદેશ યાત્રા નહીં કરી શકે. હની સિંહને અગ્રિમ જમાનત તે માટે આપવામાં આવી કારણકે તેમે પચપોલી પોલીસ સ્ટેશનમાં પોતાની વિરુદ્ધ પ્રાથમિકી નોંધાયા બાદ ધરપકડ કરાવી દીધી હતી.
પોતાના નિર્ણયમાં અતિરિક્ત સત્ર ન્યાયાધીશ સુભાષ કરલેએ હની સિંહની વિદેશ યાત્રાની અરજીનો સ્વીકાર કરતાં તેને ચાર વર્ષ પહેલા મૂકેલી શરતોમાં છૂટછાટ આપવામાં આવી રહી છે. વિદેશ યાત્રાની અનુમતિ ન આપવાના પક્ષની અરજી કોર્ટે નાબુદ કરી દીધી. આ મામલે અગ્રિમ જમાનત પહેલા આપી દેવામાં આવી.
આ પણ વાંચો : 1 નહીં, 2 નહીં પણ 4-4 કિલો વજન ધરાવતી, તારી પાઘડીએ મનડું મારું મોહ્યું...
ન્યાયાધીશના આ નિર્ણય બાદ હની સિંહ હવે દુબઇ, ચીન, થાઈલેન્ડ, હૉંગકૉંગમાં પ્રસ્તાવિત કોન્સર્ટ પર પર્ફોર્મ કરી શકશે. કમબૅક બાદ કોર્ટમાં હની સિંહને રિપોર્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. પંજાબના હોંશિયારપુરના રહેવાસી હની સિંહ બોલીવુડના જાણીતા રેપર છે અને પંજાબી ગીતો માટે પણ જાણીતા છે.