એને લઈને અનેક વખત ઍક્ટ્રેસિસે અવાજ પણ ઉઠાવ્યો છે કે સમાન ફી આપવામાં આવે
ભૂમિ પેડણેકર
ભૂમિ પેડણેકરે જણાવ્યું છે કે હીરોને તો ધરખમ બે ડિજિટવાળી ફી આપવામાં આવે છે, પરંતુ જ્યારે તેની વાત આવે તો તેને સમાધાન કરવાનું કહેવાય છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હીરો અને હિરોઇનને આપવામાં આવતી ફીમાં ભારે તફાવત હોય છે. એને લઈને અનેક વખત ઍક્ટ્રેસિસે અવાજ પણ ઉઠાવ્યો છે કે સમાન ફી આપવામાં આવે. એ વિશે ભૂમિએ કહ્યું કે ‘મારા મેલ કો-સ્ટારની જેમ મારી પાસે પણ ૧૦૦ કરોડ કે પછી ૨૦૦ કરોડની ફિલ્મો હોઈ શકત. મારા કામને લઈને મારી પણ પ્રશંસા કરવામાં આવી શકે, પરંતુ એક એવો નિયમ બનાવી લેવામાં આવ્યો છે કે તેને આપવામાં આવે એટલી ફી મને નહીં મળે. આ અસમાનતા તો વેસ્ટમાં પણ છે, પરંતુ ત્યાં પુરુષો મહિલાઓના અધિકાર માટે ઊભા રહે છે. તેઓ કહે છે કે કાં તો તેમની ફીમાં થોડો ઘટાડો કરવામાં આવે કાં તો પછી તેમને સમાન ફી આપવામાં આવે. કોઈ મારી સાથે ન ઊભા રહે તો સહાનુભૂતિ તો દેખાડે. કોઈએ તો આ મુદ્દો ઉઠાવવો જોઈએ. જો ફિલ્મનું બજેટ ૧૨૫ કરોડનું હોય તો હીરોને ડબલ ડિજિટમાં ફી આપવામાં આવે છે, પરંતુ મારા ભાગે તો સમાધાન કરવાનું આવે છે. તમે મારી પાસે આવ્યા હતા, કારણ કે મારામાં તમને વિશ્વાસ છે. પરંતુ તેઓ તો હંમેશાં એને એક તક જણાવે છે.’