સંજય લીલા ભણસાલીના ગુસ્સાવાળા સ્વભાવ વિશે શેખર સુમને કહ્યું…
સંજય લીલા ભણસાલી , શેખર સુમન
સંજય લીલા ભણસાલીની વેબ-સિરીઝ ‘હીરામંડી : ધ ડાયમન્ડ બાઝાર’ પહેલી મેએ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. એમાં કામ કરવાનો અનુભવ શેખર સુમને જણાવ્યો હતો. આ શોમાં ઝુલ્ફીકારના રોલમાં શેખર જોવા મળશે. શેખર સુમનનું માનવું છે કે પર્ફેક્શનિસ્ટ હંમેશાં ગુસ્સો કરતા હોય છે. સંજય લીલા ભણસાલીના ગુસ્સા વિશે શેખર સુમન કહે છે, ‘તેમના ગુસ્સાથી કોઈ ફરક નથી પડતો. તેમને પૂરો અધિકાર છે. તે કોઈ પાગલ વ્યક્તિ નથી, તે પર્ફેક્શનિસ્ટ છે. એક વાત તમે નોંધી રાખજો કે પર્ફેક્શનિસ્ટને વધુ ગુસ્સો આવે છે, કારણ કે જ્યારે તેમની મરજી મુજબ કામ ન થાય તો તેઓ રોષે ભરાય છે. હું એવા અનેક લોકોને જાણું છું જે લેજન્ડ્સ છે, પરંતુ તેમને ગુસ્સો પણ ખૂબ આવે છે. કે. આસિફ, મેહબૂબ ખાન અને રાજ કપૂર એવા જ હતા. એથી કોઈ ફરક નથી પડતો. હું તો ભણસાલીને કહીશ કે ઔર ગુસ્સા કરો.’
‘મૂવર્સ ઍન્ડ શેકર્સ’માં સ્વર્ગીય વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની મિમિક્રી શેખર સુમને કરી હતી. જોકે તેમની સાથેની મુલાકાત દરમ્યાન અટલ બિહારી વાજપેયીએ તેના પર ગુસ્સો ન કરતાં તેને ભેટી પડ્યા હતા.

