ચાલો આજે સાંભળીએ તેમના આ પાંચ મોસ્ટ પૉપ્યુલર ગીતો જે આજે પણ લોકોની જીભે છે
ફાઇલ તસવીર
ઉદિત નારાયણ (Udit Narayan) બૉલિવૂડના પ્રતિભાશાળી ગાયકોમાંના એક છે. તેમણે પોતાના મંત્રમુગ્ધ કરનારા અવાજમાં હિન્દી ઉપરાંત, તેલુગુ અને તમિલમાં પણ ગીતો ગાયા છે અને શ્રોતાઓને મોહિત કર્યા છે. ઉદિત નારાયણ આજે તેમનો 67મો જન્મજયંતિ ઉજવી રહ્યા છે. તો ચાલો આજે સાંભળીએ તેમના આ પાંચ મોસ્ટ પૉપ્યુલર ગીતો જે આજે પણ લોકોની જીભે છે.
પહેલા નશા (1992)
ADVERTISEMENT
ઉદિત નારાયણ અને સાધના સરગમએ ગયેલું આ સદાબહાર ગીત એવરગ્રીન છે. આજે પણ આ ગીતમાં પહેલા પ્રેમની મીઠાશ લોકો અનુભવે છે. આ ગીત છે ‘જો જીતા વોહી સિકંદર’ (1992) ફિલ્મનું, જેમાં એક આમિર ખાન અને પૂજા બેદીએ અભિનય કર્યો હતો.
ટીપ ટીપ બરસા પાની (1994)
ફિલ્મ મોહરા (1994)નું આ ગીત રવિના ટંડન અને અક્ષય કુમારની કેમેસ્ટ્રીથી યુવાનોમાં સુપરહિટ બન્યું હતું. જો કે, તેનો વાસ્તવિક જાદુ ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના અવાજમાં છે.
પાપા કહેતે હૈ (1988)
80ના દાયકાના સૌથી લોકપ્રિય ગીતોમાંનું એક આ ગીત આજે પણ લોકોને એટલું જ યાદ છે. આ ગીત કયામત સે કયામત તક (1998) ફિલ્મનું છે, જેમાં આમિર ખાન અભિનયથી લોકોનું દિલ જીતી રહ્યો છે.
હમ કો હમી સે ચૂરા લો (૨૦૦૦)
ફિલ્મ મોહબ્બતેંનું ગીત ઉદિત નારાયણે લતાજી સાથે ગાયું હતું, જે સુપરહિટ રહ્યું.
દિલને યે કહા હૈ દિલ સે (૨૦૦૦)
વર્ષ ૨૦૦૦માં આવેલી ધડકન ફિલ્મના આ રોમેન્ટિક ગીતને પણ ઉદિત નારાયણે મધુર અવાજ આપ્યો છે.
આ પણ વાંચો: સલમાન ખાને કરી લીધી સગાઈ? આંગળીમાં વીંટી જોઈ ફૅન્સ થયા ઉત્સુક

