જાવેદ જાફરી બૉલિવૂડમાં બહુ પ્રતિભાશાળી કલાકાર તરીકે ઓળખાય છે
ફાઇલ તસવીર
બૉલિવૂડના પ્રખ્યાત અભિનેતા જાવેદ જાફરી (Javed Jaffrey)નો આજે જન્મદિવસ છે. જાવેદ જાફરી માત્ર એક અભિનેતા જ નહીં, પરંતુ તે એક ડાન્સર અને કોમેડિયન પણ છે. તેમ્ણે પ્રખ્યાત ડાન્સ શૉ બૂગી વૂગીને પણ જજ કર્યો છે. આ સિવાય તે ડબિંગ આર્ટિસ્ટ પણ છે. ટીવી ઈન્ડસ્ટ્રીથી લઈને બૉલિવૂડ સુધી તેમ્ણે પોતાના કામ અને ક્ષમતાથી એક અલગ જ ઓળખ બનાવી છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે ચાલો જાણીએ તેમના જીવન અને કરિયર વિશે કેટલીક ખાસ વાતો.
જાવેદ જાફરી બૉલિવૂડમાં બહુ પ્રતિભાશાળી કલાકાર તરીકે ઓળખાય છે. તે બધા જાણે છે કે જાવેદ જાફરી પ્રખ્યાત હાસ્ય કલાકાર જગદીપ જાફરીના પુત્ર છે અને તેમને કૉમેડી અને અભિનય વારસામાં મળ્યા છે. જો કે, તે એવા અભિનેતા નથી કે જે ફક્ત એક જ પ્રકારના પાત્રમાં બંધબેસે છે, પરંતુ તે દરેક પ્રકારના પાત્રમાં એક અલગ છાપ છોડે છે, પછી તે કૉમેડી હોય કે નકારાત્મક પાત્ર.
જાવેદ જાફરીએ ફિલ્મ `મેરી જંગ`માં નેગેટિવ રોલથી બૉલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પાત્ર સાથે તેમને દર્શકો તરફથી ઘણી પ્રશંસા મળી હતી. આ ફિલ્મના એક ગીતમાં તેમની ડાન્સિંગ ટેલેન્ટ પણ સામે આવી હતી. આ પછી તેમણે `જ જંતરમ મ મંતરમ`, `મૈં પ્રેમ કી દીવાની હૂં`, `થ્રી ઈડિયટ્સ`, `ધમાલ સિરીઝ` જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.
ADVERTISEMENT
વર્ષ 1996માં, જાવેદ જાફરીએ તેના ભાઈઓ નાવેદ અને રવિ બહેલ સાથે ડાન્સિંગ રિયાલિટી શૉ બૂગી વૂગી શરૂ કર્યો, જે ટીવી જગતના સૌથી લોકપ્રિય શૉમાંનો એક છે. આ શોને લઈને બાળકોમાં ઘણો ક્રેઝ હતો. હળવા હ્રદયસ્પર્શી ગીતોની સાથે, શૉમાં બાળકોની નૃત્ય પ્રતિભા પણ દર્શાવવામાં આવી હતી. આ સિવાય 90ના દાયકામાં એક લોકપ્રિય શૉ `તકેશીઝ કેસલ`માં તેમણે પોતાનો અવાજ આપ્યો હતો.
આ પણ વાંચો: અથિયા જાન્યુઆરીમાં કરશે લગ્ન
પ્રતિભાના બાદશાહ જાવેદ જાફરી અજોડ ડબિંગ કલાકાર છે. તેમણે ગૂફી, ડોન કાર્નેજ અને મિકી માઉસ જેવા કાર્ટૂન પાત્રોને હિન્દીમાં ડબ કર્યા છે. આ સાથે જાવેદ જાફરીએ ફિલ્મ `સપને`માં પ્રભુદેવાના પાત્રને પોતાનો અવાજ આપ્યો છે.

