Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > તાપસીનો ખુલાસો-`મારી સાથે ઇંટિમેટ સીન કરતા ડરતા હતા વિક્રાંત અને હર્ષવર્ધન રાણે`

તાપસીનો ખુલાસો-`મારી સાથે ઇંટિમેટ સીન કરતા ડરતા હતા વિક્રાંત અને હર્ષવર્ધન રાણે`

Published : 29 June, 2021 07:17 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

તાપસી પન્નૂએ `હસીન દિલરૂબા`માં ઇન્ટિમેટ સીનને લઇને એક રસપ્રદ ખુલાસો કર્યો છે. તાપસીએ જણાવ્યું કે વિક્રાન્ત મેસી (Vikrant Massey) અને હર્ષવર્ધન રાણે પોતાના સીનના શૂટ પહેલા ખૂબ જ ગભર

તાપસી પન્નૂ (તસવીર સૌજન્ય મિડ-ડે)

તાપસી પન્નૂ (તસવીર સૌજન્ય મિડ-ડે)


તાપસી પન્નૂએ (Taapsee Pannu) `હસીન દિલરૂબા`માં (Haseen Dillruba) ઇન્ટિમેટ સીનને(Intimate Scenes) લઇને એક રસપ્રદ ખુલાસો કર્યો છે. તાપસીએ જણાવ્યું કે વિક્રાન્ત મેસી (Vikrant Massey) અને હર્ષવર્ધન રાણે (Harshvardhan Rane)પોતાના સીનના શૂટ પહેલા ખૂબ જ ગભરાયેલા હતા.


તાપસી પન્નૂ હાલ પોતાની ફિલ્મ `હસીન દિલરૂબા`ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ શુક્રવાર, 2 જુલાઇના રોજ ઓટીટી પ્લેટફૉર્મ પર રિલીઝ થવાની છે. ફિલ્મના ટ્રેલર રિલીઝ થતાં જ તાપસીનો બૉલ્ડ અંદાજ ચર્ચામાં છવાયેલો છે. ફિલ્મમાં તાપસીએ વિક્રાન્ત મેસી અને હર્ષવર્ધ રાણે સાથે ઇન્ટિમેટ સીન પણ આપ્યા છે. હવે તાપસીએ ખુલાસો કર્યો છે કે તેના બન્ને કૉ-એક્ટર્સ તેની સાથે ઇન્ટિમેટ સીન્સ કરતા પહેલા ખૂબ જ ગભરાયેલા હતા. `હસીન દિલરૂબા`ને વિનિલ મેથ્યૂએ ડિરેક્ટ કરી છે, જ્યારે સ્ટોરી કનિકા ઢિલ્લને લખી છે.



તાપસીની `ઇમેજ` હતી એક્ટર્સની પ્રૉબ્લેમ
તાપસી આ પહેલા પડદા પર `થપ્પડ` અને `પિન્ક` જેવી ફિલ્મો દ્વારા એક આગવી ઓળખ બનાવી ચૂકી છે. તે કહે છે કે કદાચ `પડદાની આ ઇમેજ`ને કારણે અથવા ફિલ્મના સેટ પર ડિરેક્ટરને સતત ફરિયાદ કરતા રહેવાની ઇમેજને કારણે, વિક્રાન્ત અને હર્ષવર્ધન બન્ને તેની સાથે ઇન્ટિમેટ સીન કરવાને લઈને ખૂબ જ ગભરાયેલા હતા.


બન્ને છોકરા ખૂબ જ ગભરાયેલા હતા
તાપસીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, "હું આશા રાખું છું મેં બન્ને માટે તે સીન્સ સહજ બનાવ્યા છે, કારણકે તે બન્ને ખૂબ જ ગભરાયેલા લાગતા હતા. તેમણે વિચાર્યું કે ખબર નહીં આ શું કરશે અમારી સાથે. મને લાગે છે કે બન્ને ખૂબ જ ગભરાયેલા હતા, કારણકે મને નથી ખબર, કદાચ મારી ઇમેજને કારણે આ તકલીફ હતી કે બીજું કંઇક... પણ હું વિનિલ પાસે જઇને ઘણીવાર કોઇક ને કોઇક વાતને લઈને ફરિયાદ કરતી હતી..."

પાર્ટનરને નથી જણાવતી આવા સીન્સ વિશે
તાપસીને પૂછવામાં આવ્યું કે શું તે રિયલ-લાઇફ પાર્ટનરને આવા સીન્સ કરતા પહેલા જણાવે છે? આ અંગે તાપસીએ જવાબ આપ્યો, "ના, હું મારા પાર્ટનરને મારા ઇન્ટિમેટ સીન્સ વિશે નથી જણાવતી. આ મારી પ્રૉફેશનલ લાઇફ છે અને હું આને પર્સનલ લાઇફથી દૂર રાખું છું. હું એ પણ નથી ઇચ્છતી કે તે પોતાની પ્રૉફેશનલ લાઇફના નિર્ણયો મને પૂછીને લે, આથી હું તેની પાસેથી પણ આ આશા રાખું છું."


ઇન્ટિમેટ સીન પર બોલ્યા વિક્રાન્ત મેસી અને હર્ષવર્ધન રાણે
બીજી તરફ, વિક્રાન્ત મેસી કહે છે કે ઘણીવાર તેમની પાર્ટનર સ્ક્રિપ્ટ વાંચી લે છે અને જાણી લે છે કે આવું કોઇક સીન છે, પણ તે જાતે ક્યારેય આ વિશે કોઇપણ વાત નથી કરતા. જ્યારે હર્ષવર્ધન રાણે કહે છે કે તેમણે અત્યાર સુધી જેટલી પણ ફિલ્મો કરી છે અને તેમને જે પણ પ્રકારના રોલ મળ્યા છે તેથી ખબર પડે છે કે આવો જ સીન હશે.

સપ્ટેમ્બર 2020માં રિલીઝ થવાની હતી ફિલ્મ
`હસીન દિલરૂબા` નેટફ્લિક્સ પર રિલીઝ થઈ રહી છે. ગયા વર્ષે ઑક્ટોબર મહિનામાં આનું શૂટિંગ પૂરું થઈ ગયું હતું. પોસ્ટ પ્રૉડક્શનનું કામ ચાલી રહ્યું હતું પણ લૉકડાઉનને કારણે આમાં મોડું થયું. ફિલ્મ આનંદ એલ રાય (Aanand L Rai)ના પ્રૉડક્શન હાઉસ `કલર યેલો પ્રૉડક્શન્સ` હેઠળ બનેલી છે. આ ફિલ્મ પહેલા સપ્ટેમ્બર 2020માં જ રિલીઝ થવાની હતી, પણ કોરોના મહામારીને કારણે આની રિલીઝ પોસ્ટપોન કરવામાં આવી હતી.

રાણી કશ્યપ પર છે પતિના કત્લનો આરોપ
`હસીન દિલરૂબા`ની સ્ટોરીના કેન્દ્રમાં રાણી કશ્યપનું પાત્ર છે, જેના પર પોતાના જ પતિની હત્યાનો આરોપ છે. ફિલ્મના ફર્સ્ટ પોસ્ટરથી આ વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે આ એક મર્ડર મિસ્ટ્રી હશે. પોસ્ટરમાં જમીન પર લોહી પ્રસરેલી હતી અને તેના પર ચાલતા બે પગ અને ચપ્પુ દેખાયા હતા. સાથે જ એક પુસ્તક પણ દેખાયું હતું, જેના કવર પેજ પર `વહશી` લખેલું હતું. ટ્રેલર જોઇને એ જ લાગે છે કે તાપસી આમાં વિક્રાન્ત મેસીની પત્નીના પાત્રમાં દેખાય છે, જ્યારે હર્ષવર્ધન રાણે સાથે તેનું અફેર છે.

Whatsapp-channel Whatsapp-channel

29 June, 2021 07:17 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK